Vadodara

મહાનગરપાલિકાનો વ્યાપ વધ્યો, પરંતુ સુવિધાઓ નહિ

વડોદરા: વડોદરા શહેરનો વ્યાપ ઘણો મોટો થયો છે. મહાનગરપાલિકામાં વધુ 7 ગામોના સમાવેશ બાદ વિસ્તાર ખુબ મોટો થઇ ગયો છે. પરંતુ આ ગામોના સમાવેશ બાદ પાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાઓ જે ગતિથી આપવી જોઈએ તે અપાતી નથી. પાલિકામાં સમાવિષ્ટ સેવાસી, ગોત્રી, ન્યુ અલકાપુરી, હરણી, કલાલી, સમા સહિતના વિસ્તારોમાં ટીપી સ્કીમ તો રજુ કરી દેવામાં આવી છે પરંતુ આ વિસ્તારોમાં હજુ પણ અનેક સમસ્યાઓ ઉભી ને ઉભી જ છે. અનેકવિધ રોડ – રસ્તા અને પાણીની સુવિધાઓ આપવામાં પણ પાલિકા ખરી ઉતારી નથી. હાલ ચોમાસાની મોસમ ચાલી રહી છે ત્યારે હાલત એવી છે કે જો 1 ઇંચ વરસાદ પણ વર્ષે તો અનેક વિસ્તારો પાણી પાણી થઇ જાય છે. અને લોકોએ તળાવ પર કરીને નીકળવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. કેટલાક તો એવી પણ ટીખળ કરી રહ્યા છે કે હવે બાઈક કે કારણ બદલે ચોમાસામાં એક બોટ ખરીદવી આગળ પડે. ત્યારે આ વિસ્તારોમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ મળે તેવી માંગ ઉઠવા પામી છે.

નવા વિસ્તારોમાં મકાનોના ભાવો લાખોના પણ સુવિધા કોડીની
નવા વિકસી રહેલા વિસ્તારોમાં અનેક નવી સ્કીમો મુકવામાં આવી છે. અને આ સ્કીમોમાં મકાનના ભાવો લાખોમાં બોલાય છે. 30 લાખથી 1 કરોડથી વધુ અહીં મકાનોના ભાવો પહોંચ્યા છે. જો કે આ વિસ્તારમાં મકાનો કોઈ લઇ રહ્યું નથી કારણ કે અહીં પ્રાથમિક સુવિધા મળી રહી નથી. કેટલાય બિલ્ડરોની મોટી મોટી સ્કીમો ખાલી પડી રહી છે. લોકો એમ કહી રહ્યા છે કે મકાનોની કિંમત લાખોની પણ સુવિધાઓ કોડીની મળી રહી છે.

Most Popular

To Top