Charchapatra

પત્તાની રમતનું વિજ્ઞાન

જે લોકો પત્તાં રમે છે, મજા કરે છે, પરંતુ તેમાંના બહુ ઓછા લોકો જાણતાં હશે કે પત્તાની ડિઝાઈનનું વિજ્ઞાન શું છે !  અને સાથે જ તે પ્રકૃતિ સાથે પણ સંબંધિત છે. લિસ્સા લંબચોરસ કાગળમાંથી બનેલા પત્તાં ચાર પ્રકારના હોય છે.  દરેક જાતનાં 13 કાર્ડ દરેક મળીને કુલ 52 કાર્ડ બને છે.  પત્તાં એક્થી દશ અંક સુધીના કાર્ડ + ગુલામ, રાણી અને રાજા સુધી ચિત્રો ! 1).   52 પત્તાં=52 અઠવાડિયા 2).   4 પ્રકારના રંગ =4 ઋતુઓ 3).   દરેક રંગના 13 પત્તાં=દરેક ઋતુનાં 13 અઠવાડિયાં. 4).   બધા કાર્ડના અંકનો સરવાળો એટલે 1 થી 13 = 91 × 4 = 364 5).   જોકર. 364+1= 365 દિવસ= 1 વર્ષ 6).   + એક વધારાનો જોકર, 365 +1=366 દિવસ એટલે લીપ વર્ષ 7).   52 કાર્ડ્સમાં 12 ચિત્ર કાર્ડ = 12 મહિના. 8).  લાલ અને કાળો રંગ= દિવસ અને રાત!  2.   દુગ્ગી-પૃથ્વી અને આકાશ, 3.  તીડી =બ્રહ્મા,વિષ્ણુ, મહેશ, 4.ચોકી- ચાર વેદ  5.  પંજો= પંચ પ્રાણ (પ્રાણ, અપાન,વ્યાન,ઉદાન,સમાન) 6.  છક્કી- ષડરિપુ (કામ,ક્રોધ,મદ, આસક્તિ,મત્સર,લોભ) 7. સત્તો – સાત સમુદ્ર 8. અઠો- અષ્ટ સિદ્ધિ 9. નવો – નવ ગ્રહ 10.  દશો- દસ ઈન્દ્રિયો11, ‘ ગુલામ ‘ – મનની વાસના 12, ‘રાણી’- માયા 13,  ‘ રાજા  ‘ – મન બધી ઈન્દ્રિયોનો શાસક   અને અંતમાં જ્યાંથી શરૂ થાય છે તે.. ‘એક્કો’- માણસનો અંતરાત્મા!  વોટ્સ એપ પર વાયરલ થયેલો આ મેસેજ પત્તાની રમતનું વિજ્ઞાન ખૂબ જ સુંદર રીતે સમજાવે છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

પવિત્ર અધિક પુરુસોત્તમ – શ્રાવણ  માસ દરમિયાનમાં કયા કાર્યો ધાર્મિક દ્રષ્ટિકોણથી નહિ કરવા!
અધિકમાસમાં સ્ત્રી-પુરુષ સહવાસ,  માંસાહાર, મદીરા(મધ), મસૂરની દાળ અને અડદની દાળ, મૂળા, લસણ, ડુંગળી, માદક પદાર્થ, વાસી ભોજન, રાઇનો ઉપયોગ ટાળવો જોઇએ.⦁ આ મહિનામાં નામકરણ, શ્રાદ્ધ, તિલક, મુંડન, કર્ણછેદન, ગૃહપ્રવેશ, સંન્યાસ, યજ્ઞ. દીક્ષા લેવી, દેવ પ્રતિષ્ઠા કરવી, લગ્ન જેવા શુભ માંગલિક કાર્યો કરવાનું ટાળવું જોઇએ.⦁ અધિકમાસમાં ઘર, મકાન, દુકાન, વાહન, વસ્ત્ર વગેરેની ખરીદી ટાળવી જોઇએ. જો કે શુભ મૂહુર્ત કઢાવીને આભૂષણની ખરીદી કરી શકાય છે.⦁ અધિકમાસમાં શારિરીક અને માનસિક રૂપે કોઇપણ વ્યક્તિ કે જીવનું અહિત ન કરવું જોઇએ. આ માસમાં અપશબ્દ, ગુસ્સો, ખોટા કાર્ય, ચોરી, અસત્ય વચન, ગૃહકલેશ જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઇએ. સબબ, સદર  જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ ઉપર આધારિત છે,  વૈજ્ઞાનિક આધારીત નથી.
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top