દાહોદ,સુખસર,ફતેપુરા : દાહોદ જિલ્લાના ફતેપુરા નગર સહિત તાલુકામાં ગેરકાયદે સરકારી જમીન સહિત અન્ય જમીનમાં ભુમાફિયાઓ તેમજ દબાણ કર્તાઓનો ત્રાસ દિનપ્રતિદિન વધવા માંડ્યો છે. સ્થાનીક વહીવટી તંત્રની નજર રહેમ હેઠવ ભુ માફિયાઓ બેફામ બનતાં સમગ્ર ફતેપુરા તાલુકાના ગ્રામજનોમાં રોષની લાગણી ભભુકી ઉઠી છે.
ત્યારે ગતરોજ ફતેપુરા નગરમાં રાત્રીના સમયે તળાવની પાળ પર ગેરકાયદે ખોદકામ થતાં આ અંગની જાણ સ્થાનીકો થતાં સ્થાનીકો તળાવ તરફ દોડી ગયાં હતાં જ્યાં ગેરકાયદે ખોદકામ કરી રહેલ જીસીબી મશીવન અને ટ્રેક્ટરવાળા ગ્રામજનોને જાેઈ નાસી ગયાં હતાં. આ ઘટના બાદ ગ્રામજનો દ્વારા રાતોરાત આ અંગેની જાણ દાહોદ જિલ્લા કલેક્ટરને ફોન દ્વારા કરવામાં આવી હતી ત્યારે આજરોજ ફતેપુરાના ગ્રામજનો દ્વારા આ અંગે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ફતેપુરા ગામમાં આવેલ તળાવ ભુમાફિયાઓ વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ સરપંચ અને ભુમાફીયાઓના એકબીજાના મેળાપીપણામાં આ ગેરકાયદે કામકાજ થતું હોવાના આક્ષેપો સાથે સરપંચને તેની સત્તા પરથી દુર કરવામાં આવે તેવી રજુઆત ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે ત્યારે બીજી તરફ સ્થાનીક વહીવટી તંત્રના અધિકારીઓની પણ આ ગેરકાયદે કામગીરીમાં સંડોવાણી અને હાથ હોવાનો છડેચોક બુમો ઉઠવા પામી છે. જાણવા મળ્યાં અનુસાર, ફતેપુરાની તળાની પાળ પર ડી.વાય.એસ.પી. સહિતનો પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. દાહોદ જિલ્લાનો ફતેપુરા તાલુકા હરહંમેશ ચર્ચાનો વિષય બનતો રહે છે તેમાંય ફતેપુરા તાલુકામાં ભુમાફિયાઓ તેમજ ગરકાયદે જમીનોનું દબાણકર્તાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે.
સ્થાનીકો પાસેથી જાણવા મળ્યાં અનુસાર, ફતેપુરામાં સ્થાનીક વહીવટી તંત્ર તેમજ સરપંચની મદદથી ભુમાફીયાઓ બેફામ બની રહ્યાં છે. આ લોકોના એકબીજાના મેળાપીપળામાં સરકારી જમીનો પર ભુમાફીયાઓ કબજાે જમાવી રહ્યો છે. ભુતકાળમાં પણ ફતેપુરાના ગ્રામજનો દ્વારા કલેક્ટરથી લઈ ગાંધીનગર સુધી આ અંગે અનેક રજુઆતો કરવામાં આવી હતી પરંતુ આવા સ્થાનીક વહીવટી તંત્રના અધિકારીઓ, સરપંચ અને ભુમાફીયાઓ વિરૂધ્ધ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતો ભુમાફીયાઓ બેફામ બની રહ્યાં છે ત્યારે ગઈકાલના જ એક કિસ્સાથી સમગ્ર ફતેપુરા નગરવાસીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
મોડીરાત્રીના સમયે ફતેપુરા નગરમાં આવેલ તળાવની પાળ પર ગેરકાયદે ખોદકામ થઈ રહ્યું હતું. આ અંગેની જાણ ગ્રામજનોને થતાંની સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં આ તળાવ ખાતે દોડી ગયાં હતાં. ગ્રામજનોને આવતાં જાેઈ ખોદકામ કરી રહેલા જે.સી.બી. મશીન અને ટ્રેક્ટરના ચાલકો ફરાર થઈ ગયાં હતાં. રાતોરાત ફતેપુરાના ગ્રામજનોના ફોન દાહોદ જિલ્લા કલેક્ટર પર રણકવા લાગ્યાં હતાં બીજી તરફ ગ્રામજનો દ્વારા સરપંચ પર હલ્લાબોલ કરતાં સરપંચ રડી પડ્યો હતો.