Madhya Gujarat

કેરીયાવી ગામના સરપંચે બેન્કના મહિલા કર્મચારીને ધમકી આપી

આણંદ : નડિયાદના કેરીયાવી ગામના સરપંચ બેંકના તેમની માતાના એકાઉન્ટની ચેકબુક લેવા ગયાં હતાં. આ સમયે ફરજ પરના મહિલા કર્મચારીએ તેમને માતાની સહી લાવવાનું કહેતાં ઉશ્કેરાઇ ગયો હતો અને ધમકી આપી હતી. આથી ગભરાઇ ગયેલા મહિલા કર્મચારીએ તાત્કાલિક 181 અભયમને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી સરપંચને કાયદાનું ભાન કરાવ્યું હતું. નડિયાદના કેરીયાવી ગામના સરપંચ બેંકમાં તેમના માતાના એકાઉન્ટની ચેક બુક લેવા ગયાં હતાં. આ સમયે ફરજ પરના મહિલા કર્મચારીએ તેમને માતાની સહી લાવવા કહેતાં તે ઉશ્કેરાઇ ગયાં હતાં અને બેન્કમાં જ રોફ જાડવા લાગ્યાં હતાં.

હું ગામનો રાજા છું, તમે કેવી રીતે બહાર નીકળો છો. તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત બહાર મહિલા કર્મચારીના એક્ટીવાની હવા પણ કાઢી નાંખી હતી. સરપંચની આ વર્તણૂંકથી મહિલા કર્મચારી ડઘાઇ ગયાં હતાં ને તાત્કાલિક મદદ માટે 181 અભયમને જાણ કરતાં કાઉન્સીલર રીટા ભગત સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સરપંચને મળતી કાયદાનું ભાન કરાવ્યું હતું. આ ઉપરાંત સરપંચ ફરી આવી ભુલ ન કરે તે માટે સમજાવ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, બેન્કના મહિલા કર્મચારી પરપ્રાંતિય હતાં અને તેઓને 181 અભયમ વિશે ખાસ કોઇ જાણ ન હતી. તેઓ સરપંચની વર્તણૂંકથી એટલા ગભરાઇ ગયા હતા કે તાત્કાલિક મદદ લેવી જરૂરી હતી. આ સમયે તેઓએ ઇન્ટરની મદદથી સર્ચ કરી 181 હેલ્પલાઇન વિશે માહિતી મેળવ્યા બાદ કોલ કર્યો હતો.

Most Popular

To Top