મોટા ભાગે શહેરોમાં દુકાનદારો સાથે ગ્રાહકો ભાવ બાબતે રકઝક ના કરે, વસ્તુના વેચાણ માટેભ ાવ તાલ ન કરે તે માટે દુકાન કે મોટા સ્ટોર્સમાં એક જ ભાવ (ફીકસ રેટ)નું બોર્ડ લગાવેલું વાંચવા મળે છે. ખરેખર વાસ્તવિક જીવનમાં પણ દરેક વ્યકિતએ સૌ પ્રત્યે એક જ ભાવ કેળવવો જોઇએ, ભાવના અલગ અલગ પ્રકાર છે. જેમકે દયાભાવ, પ્રેમભાવ, સમભાવ, માયાભાવ, દ્વેષભાવ, વેરભાવ વિગેરે આ બધા ભાવ કરતા સદ્ભાવનું મૂલ્ય ખુબ ઉંચું છે. સદ્ભાવથી સદ્ભાવના કેળવાય છે. કોઇપણ ધંધો કરો તો વાણીમાં મીઠાશ (મધુરતા) હોય તો ભલભલાના દિલ જીતી લેવાય છે. પરંતુ વાણીમાં કટુતા હોય તો વાદવિવાદ, ઝઘડા થાય જેની અસર ધંધા પર પડે છે. આથી સિતારામ પરિવારના બાલુરામ બાપુ સત્સંગ સભામાં કહે છે વાણી અને પાણીનો સંયમ પૂર્વક ઉપયોગ કરો જેથી સમસ્યા ઉભી ન થાય. એક હિન્દી ભાષી દુકાનદારે ઉધાર બાબતે સરસ સ્લોગન લખ્યું હતું. પ્રેમ બિચ અંતર પડે, તૂટ જાત વ્યોહાર, સજ્જનો ઇસ દુકાન પર મિલતા નહીં ઉધાર.
તરસાડા-પ્રવીણસિંહ મહિડા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.