Charchapatra

સમય સમયની બલિહારી

મિત્ર જગદીશભાઇ પાનવાલાએ માસિક ધર્મની છીછરી માનસિકતા પર તેમના વીચારો પ્રગટ કર્યા છે. તે બાબતે લખ્યું છે કે, તે સમયે આજના જેવા સેનેટરી નેપકીન સરળતાથી ઉપલબ્ધ ન હતા, જેથી રજસ્વલા મહિલાઓએ ઘરના કાપડનો ઉપયોગ કરવો પડતો. વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે જો રજસ્વલા મહિલાઓ ચાલે તો ઘરમાં લોહીના ટપકા પડી શકે, અને જે મહિલાઓ રજસ્વલા પરિસ્થિતિમાં હોય ત્યારે તેમના શરીરમાં થતા હોર્મોન્સના ફેરફારોને કારણે તેમની અવસ્થામાં નોંધપાત્ર ફેરફાર થતા.રજસ્વલા મહિલાઓ રક્તસ્ત્રાવને કારણે શારિરીક નબળાઇ પણ આવી જતી. જેથી આ મહિલાને ઘરની એક બાજુ આરામ કરી લે તેવી પણ એક વ્યવસ્થા બની રહેશે. ત્યારે પરિવાર સંયુક્ત હતું.

જેથી એક મહિલા જો કામ ન કરે તો બીજા ઘરની મહિલાઓ હતી. જો એક બીજાની સગવડ સાચવી લેતી. મહિલાઓ રૂઢિચૂસ્તતા તો હતી પરંતુ આ બાબતે સગવડતાનો અભાવ હતો. તેથી આપણા પૂર્વજોએ રજસ્વલા સ્ત્રીને અલગ રાખવા પાછળના અનેક ફાયદાઓ જોઇ તે વ્યવસ્થા કરી હતી. આધુનિક સેનેટરી નેપકીનો સરળતાથી સહજ રીતે અને હવે તો સરકારી આરોગ્ય કેન્દ્રમાંથી પણ ઉબલધ્ થતા હોય છે. ત્યારે આજની રજસ્વલા સ્ત્રી ધારે કે પહેલાના જમાનાની રીતે તે નિયતો પામે તો તે શક્ય જ રહેતુ નથી. મારા હાલના જ નેપાળ-કાઠમંડુના પ્રવાસમાં એક અજાણી યુવતી સાથેની વાતમાં  તેણે મને જણાવ્યું કે મારો પિરીયડનો સમય નજીરક છે. એટલે કે આજે (મનોકામના દેવી) દર્શન માટે મંદિરમાં આવી છું. સહજતાથી અને સરળતાથી આ બાબત સ્વીકારી થઇ ગઇ છે.
સુરત     – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

હડકવા આજે પણ જીવલેણ છે
દરેક રખડતાં કૂતરાની લાળમાં હડકવાના લીસા નામના વાયરસ હોય છે. હડકવાનો દુનિયાની અંદર કોઈ ઈલાજ નથી. 100% FATAL DIESEAS છે. પ્રિવેન્ટીવ છે. ક્યોરેબલ નથી.  અડધી રાત્રે કૂતરું કરડ્યું હોય તો પણ તાત્કાલિક ARY મુકાવવી ખૂબ જ જરૂરી છે. મોડું કરવાથી હડકવા થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.અગાઉ રખડતાં કૂતરાને પાલિકાવાળા ઝેરનાં પેંડાં આપીને મારી નાખતા હતા. રખડતાં કૂતરાને ઝેરનાં પેંડાં આપવાની કામગીરી સ્થાનિક પોલીસ પણ કરતી હતી. હડકવાનો ભોગ બનેલ વ્યક્તિ રીબાઈ રીબાઈને મૃત્યુ પામે છે. દર્દીનાં કુટુંબીજનો ગભરાઈ જાય છે. ભય અનુભવે છે. તમામ કુટુંબીજનોએ ARY લેવી પડે છે. માનવજીવનને બચાવવા માટે રખડતાં કૂતરાને મારી નાખવા ખૂબ જ જરૂરી છે. સરકાર કેમ વિચારતી નથી?
બારડોલી – જે.કે.પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top