Charchapatra

ટ્રાફિક વ્યવસ્થાની બલિહારી

હાલ ટ્રાફિક સિગ્નલનું આધુનિકરણ અને એના પગલે ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી‌ માનતા સુરતીઓને નિયમોનું અદભુત પાલન કરવા લાગ્યા છે. તે માટે કેટલાક મુદ્દા ત્વરીત ધ્યાનમાં લેવાથી આ સિગ્નલ મૂકેલા લેખે લાગશે નહિ. ઠેર ના ઠેર ૧. નવી સિગ્નલ સિસ્ટમ શરૂ થયા પછી ટ્રાફિક પોલીસનું દેખાવું દુર્લભ થયું. ૨. એઓ ચાર રસ્તે દેખાય તો એક ખૂણા માં ભેગા મળી વાતો કરતા હશે, નહિ તો મોબાઈલમાં વ્યસ્ત હશે. ૩. ચાર રસ્તાના ખૂણે મૂકેલા બાકડા એમને માટે આરામગૃહ જ સમજો.

રસ્તા વચ્ચે ઊભા રહી સરળતાથી વાહનોની અવરજવર રહે અને લાઈનનો ભંગ કરનારને સમજાવી, ન માને તો કડક હાથે કામ લેવાનું જરૂરી છે. પણ આ માટે એમને ઘનિષ્ઠ તાલીમની જરૂર છે. ૪. ચાર રસ્તાને અડીને જ ફૂટપાથ ઉપર બિન્દાસ્ત ચાલતી ખાણીપીણીની લારીઓ અને વાહનો ત્યાં જ મૂકી ટોળે વળતા લોકો સાહેબોને દેખાતા નહિ હોય? ૫. મેટ્રોના કામને લઈને કોઈપણ રસ્તાના ઠેકાણા નથી, છતાં તમારા ખાતાની મહેરબાનીથી રસ્તા વચોવચ પથારા પાથરી બેસતાંને હટાવવાનું નથી સૂઝતું, પણ કોઈક રાહદારીએ ટ્રાફિકને અડચણરૂપ ન હોય તો પણ વાહન ટોઈંગ કરવાનું ચૂકતા નથી. ઉપરની વાતો જો ઠીક લાગે તો યોગ્ય જગ્યા એ પ્રતિભાવ આપી આભારી કરશોજી.
સુરત     – ભુપેન્દ્ર રાયજી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top