વડોદરા :કોરોનાની ત્રીજી લહેરમાં વધતા જતા સંક્રમણને કારણે વડોદરામા ભૂતડીઝાપા પાસે ભરતા શુક્રવારી બજારને બંધ કરવામાં આવ્યું હતું દરમ્યાન કેસો ઘટતાં પાલિકા દ્વારા શરતી મંજૂરી આપવામાં આવતા જ ફરી એકવાર શુક્રવારી બજાર ધમધમતું થયું હતું પરંતુ બજારમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોને નેવે મૂકવામાં આવ્યા હતા. શહેરના ભૂતડી ઝાપા વિસ્તારમાં દર શુક્રવારે શુક્રવારી બજાર ભરાય છે જેમાં સંખ્યાબંધ પથારા વાળા વેપારીઓ વેપાર કરે છે કોરોનાની બીજી લહેર વખતે શુક્રવારી બજાર કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું હતું આ દરમ્યાન ત્રીજી લહેર વેળાએ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હતું ત્યારે શુક્રવારી બજારમાં કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવતું ન હતું જેને પગલે પાલિકા દ્વારા શુક્રવારી બજારને બંધ કરવામાં આવ્યું હતું કોરોનાના કપરા કાળમાં ફરી એકવાર શુક્રવારી બજાર બંધ થતા વેપારીઓ ગુસ્સે ભરાયા હતા.
શુક્રવારી બજારને શરૂ કરવા માટે ભારે હંગામો કર્યો હતો પાલિકા કચેરી ખાતે મોરચા લઇ જઈ ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો હતો દરમિયાન કોરોનાના કેસોમાં ઘટાડો આવતા વડોદરા મહાનગર પાલિકાએ બજાર શરૂ કરવા શરતી મંજૂરી આપી હતી આજે ફરી એકવાર શુક્રવારી બજાર ભરાયું હતું પરંતુ બજારમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમોનો સરેઆમ ભંગ થતો હોવાનું જોવા મળ્યું હતું કેટલાક વેપારીઓ માસ્ક વગર દેખાયા હતા બીજી તરફ શુક્રવારી બજાર ફરી શરૂ કરવામાં આવતા વેપારીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી અને વેપારીઓએ મંજૂરી માટે મેયરનો આભાર માન્યો હતો.
કોરોનાના કેસોમાં વધારાને પગલે શુક્રવારી બજાર બંધ કરાવાતા ભારે વિરોધ થયો હતો
ત્રીજી લહેરમાં કોરોનાના કેસોમાં વધારો થતાં જ વડોદરા મહાનગર પાલિકા દ્વારા શુક્રવારી બજાર બંધ કર્યું હતું જેને પગલે પથારો લગાવી વેપાર કરતાં વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો પાલિકાની કચેરીમાં પણ મોરચો લઈ જઈ દેખાવો કર્યા હતા કોરોનાના કપરા સમયમાં રોજગારી માટે વલખા મારતા વેપારીઓએ દુકાનો,મોલ સહિત તમામ વેપાર ચાલુ હોય શુક્રવારી બજારને કેમ બંધ કરા કરવામાં આવે છે તેવો વેધક સવાલ ઉઠાવી શુક્રવારી બજાર અને શરૂ કરવા માંગ કરી હતી.