હાલોલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે કાર્યરત રોપ-વે સેવા પિરીયોડીક મેઇન્ટેનન્સને અનુલક્ષીને આગામી ૧૮મી જુલાઈ થી ૨૨મી જુલાઇ સુધી બંધ રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર બિરાજમાન જગજનની મહાકાળી માતાજીના મંદિરની કાયાપલટ કરી અતિ ભવ્ય અને વિશાળ મંદિર બનાવ્યા બાદ મંદિરના શિખર પર ૫૦૦ વર્ષ બાદ ઐતિહાસીક ધ્વજારોહણ થયા બાદ મહાકાળી માતાજીના દર્શનાર્થે અને ધજાના દર્શન કરવા માટે યાત્રિકોનો ઘસારો છેલ્લા કેટલાય દિવસોથી પાવાગઢ ખાતે બમણો થઇ જવા પામ્યો છે જેમાં યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર માતાજીના મંદિર સુધી પહોંચવા માટે મોટાભાગના યાત્રિકો રોપ-વે સેવાનો ઉપયોગ કરે છે.
જેમાં પાવાગઢ માચી ખાતે કાર્યરત રોપ-વે સેવા પૂરી પાડતી માઁકાલીકા ઉડન ખટોલા, ઉષા બ્રેકો લીમીટેડ કંપની દ્વારા પિરીયોડીક મેઇન્ટેનન્સને અનુલક્ષીને આગામી તારીખ ૧૮/૦૭/૨૦૨૨ થી ૨૨/૦૭/૨૦૨૨ સુધી રોપ-વે સેવા બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ૧૮ જુલાઈ થી ૨૨ જુલાઈ સુધી એટલેકે ૦૫ દિવસ સુધી રોપ-વે સેવા બંધ રહેવા અંગેની માહિતી ઉષા બ્રેકો લીમીટેડ કંપની દ્વારા આપવામાં આવી છે.