સિલ્વર સ્ક્રીન પર રણવીર સિંહ ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યો છે આ વાત સાબિત થઇ તેના 40માં જન્મદિવસ પર રિલીઝ થયેલા તેની નેક્સ્ટ ફિલ્મ ધુરંધરનાં ટિઝરથી. આ ફિલ્મમાં તેની સાથે આવી રહેલા સંજય દત્ત, અર્જુન રામપાલ, આર. માધવન, અક્ષય ખન્ના જેવી જબરદસ્ત સ્ટાર કાસ્ટ જોઈ ફેન્સને જલસો પડી ગયો પણ આ 2:39 મિનિટના વીડિયોમાં થોડા સમય માટે દેખાયેલી ફિલ્મની અભિનેત્રીની ખુબ ચર્ચા થઇ. આ અભિનેત્રી એટલે સારા અર્જુન. તે કોણ છે? 2005 માં જન્મેલી, અને પાછલા જૂનમાં 20 વર્ષની થયેલી સારા એ સાઉથના અભિનેતા રાજ અર્જુનની દીકરી છે.
તે નાનપણમાં જ પોતાનું ફિલ્મી કરિયર શરૂ કર્યું હતું, એક વર્ષ કરતાં થોડી મોટી થઇ એટલે એક જાહેરાતમાં દેખાઈ હતી. તો 2011 માં આવેલુ તમિલ નાટક દેઇવા તિરુમગલથી તેને સફળતા મળી જેમાં તેણે વિક્રમની પુત્રીનું પાત્ર ભજવ્યું હતું. ત્યાર પછી તો તે બોલિવૂડમાં પણ આવી જેમાં એક થી ડાયન, શૈવમ અને સાંડ કી આંખ, જય હો જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે જોવા મળી. 2011માં હિન્દી ફિલ્મ 404 માં દેખાઈ, તે જ વર્ષે સારા એ.એલ વિજયની ફિલ્મ દેઇવા થિરુમગલ સાથે તમિલ સિનેમામાં એન્ટ્રી કરી.
આ ફિલ્મમાં છ વર્ષની બાળકીની ભૂમિકા ભજવી હતી જેના પિતા (વિક્રમ) માનસિક રોગી હોય છે. આ ફિલ્મ લોકોને ખૂબ ગમી. એ.એલ વિજયે ચાર વર્ષ પછી સારાને સાઉથનાં ભરખમ એક્ટર નાસ્સર સાથે તેની ફિલ્મ સૈવમમાં ફરીથી કાસ્ટ કરી. 2015માં સારા અર્જુન સૈવમના તેલુગુ રિમેક દગુડુમૂથ દંડકોર માં પણ એક્ટિંગ કરી. પણ 2022 તેના કરિયર અને બેંક બેલેન્સ માટે ખૂબ યાદગાર રહ્યું જ્યારે તે મણિરત્નમના પીરિયડ ડ્રામા પોન્નીયિન સેલ્વનમાં સૌથી મહત્વપૂર્ણ કિરદારમાં કાસ્ટ થઇ હતી, જ્યાં સારાએ ઐશ્વર્યાની નાનપણની ભૂમિકા ભજવી હતી.
બે ભાગમાં બનેલી આ ફિલ્મે 800 કરોડથી વધુની કમાણી કરી હતી, તો 2023 માં એક રિપોર્ટ મુજબ એ ફિલ્મની સફળતા પછી સારા અર્જુનની નેટવર્થ રૂ. 10 કરોડ સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે સારા તે સમયે દેશમાં સૌથી વધુ કમાણી કરતી બાળ કલાકાર હતી. આ વાતથી એ નક્કી કે સારા એક સારી કલાકાર છે. 20 વર્ષની ઉંમરમાં તે ઘણું કામ કરી ચુકી છે. તે નવોદિત નથી અને આ માત્ર ફિલ્મ છે વાર્તાને અનુરૂપ એક્ટિંગ કરી હોઈ ત્યાં ટ્રોલર ગેંગએ ઉંમરને રોમાન્સ સાથે જોડી ટ્રોલ કરવા કરતાં 5 ડિસેમ્બરે ફિલ્મ આવી રહી છે તે જોવી જોઈએ. •