Vadodara

NAACની પ્રોસેસમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની €ભૂમિકા ચાવીરૂપ હોય છે

આણંદ, તા.21
ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ એન્જીનીયર ભીખુભાઇ પટેલના વડપણ તથા માર્ગદર્શન હેઠળ ચારૂતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ના IETE સ્ટુડટન્સ ફોરમ દ્વારા “ગુણવત્તાયુક્ત સંશોધન પેપર કેવી રીતે લખવું” વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ તરીકે સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ.ઈંદ્રજિત એન.પટેલ તથા ઇલેકટ્રોનિક્સ એન્જી તથા અધ્યક્ષ-ISF-BVMના હેડ ડૉ.તન્મય પવાર, ઇસી એન્જી હેડ ડૉ.ભાર્ગવ ગોરડિયા, આઇએસએફ બીવીએમ સચિવ ડો. જે.એમ.રાઠોડ, ડૉ. દીપક વાલા (EL-ફેકલ્ટી સલાહકાર ISF-BVM)ડૉ. એ.બી. બાંભણીયા (EC-ફેકલ્ટી એડવાઈઝર ISF-BVM) તથા એક્સપર્ટ તરીકે ડૉ.જયેશ પિત્રોડા તથા ડો. દર્શન દલવાડી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થા ના પ્રિન્સિપાલ ડૉ.ઈંદ્રજિત એન.પટેલે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ટેક્નોલોજિકલ અપગ્રેડેશન માં તથા કોઈપણ સંસ્થા ની NAAC કે NBA એક્રેડિએશન પ્રોસેસ માં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ ને ગ્લોબલ પ્લેટફોર્મ પર મુકવા માટે કવોલિટી રિસર્ચ પબ્લિકેશન અગત્યનો ભાગ ભજવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે બીવીએમ ના ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ના રિસર્ચ પેપર્સ Scopus ,Web of Science , IEEE કોન્ફરન્સ પ્રોસિડિંગ્સ તથા Springer કોન્ફરન્સ પ્રોસિડિંગ્સ માં પ્રકાશિત થઈ ચુક્યા છે.
ડો.જયેશ પિત્રોડા અને ડો.દર્શન દલવાડીએ ટાઇટલ, એબસ્ટ્રેક્ટ, કિવર્ડઝ, ઇન્ટ્રોડક્શન, લિટરેચર રિવ્યૂ, મટીરીયલ્સ, મેથોડ્સ, રીઝલ્ટ્સ એન્ડ ડિસ્કશન, કનક્લુસન, એક્નોલેજમેન્ટ એન્ડ રેફરન્સીસ, સહિતના વૈજ્ઞાનિક પેપરના આવશ્યક ભાગો પર નિષ્ણાત સત્રો આપ્યા હતા. ડૉ. દર્શન દલવાડીએ સંશોધનની મૂળભૂત બાબતો, પેપર લેખનનાં પગલાં, પેપરના પ્રકારો, ફોર્મેટિંગ શૈલીઓ અને IEEE અને ટેલર અને ફ્રાન્સિસ લેખક કેન્દ્રો જેવા સાધનોની ચર્ચા કરી. આ કાર્યક્રમમાં ડો.મુકેશ શિંપી,ડૉ .કૌશિકા પટેલ, પ્રો.પલક પટેલ અને અન્ય ફેકલ્ટી સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા. અંતમાં ડૉ. દીપક વાળા, ISF EL-ફેકલ્ટી સલાહકાર, દરેક વ્યક્તિ નો આભાર માન્યો હતો. ઉપરોક્ત પ્રસંગે ચારુતર વિદ્યામંડળ ના અધ્યક્ષ એન્જીનીયર ભીખુભાઇ પટેલ તથા અન્ય હોદ્દેદારો એ શુભેચ્છા પાઠવી હતી.

Most Popular

To Top