બોર્ડની પરીક્ષા પૂર્ણ થતાં જ નીટ, ગુજસેટ, જી મેઇન……વગેરે પરીક્ષા આપવા માટે વિદ્યાર્થી સજ્જ થઈ રહ્યાં છે. કયા કોર્સમાં એડમિશન લેવું? કઈ કોલેજમાં લેવું એવા અનેક પ્રશ્નો વિદ્યાર્થી સમક્ષ ઉપસ્થિત થાય છે. સંતાનના મિત્ર બનીને એને સલાહ સૂચનો કરવાં જોઈએ. પોતાના સંતાનની કારકિર્દી નક્કી કરતી વખતે પોતાના સંતાનમાં કઈ વિશિષ્ટતા છે? એને કયા વિષયમાં વધુ રસ પડે છે? તે બાબતને નજરઅંદાજ કરવી જોઈએ નહીં. કેટલાંક વિદ્યાર્થીઓને ખબર જ નથી હોતી કે તેઓની પસંદગી શું છે? આ સંજોગોમાં માતા-પિતાની જવાબદારી વધી જાય છે.
મા-બાપે પોતાના સંતાનની કારકિર્દી અંગેના વિચારો છે તે સાંભળવાના છે એટલું જ નહીં સાથે સાથે એના વિચારો વ્યક્ત કરવા માટે એને અભિપ્રેરણા પૂરી પાડવાની જવાબદારી પણ મા-બાપની છે. સંતાનને પ્રેશરાઇઝ કરીને એની પાસે એને નહીં ગમતા કોર્સની પસંદગી ક્યારેય કરાવવી જોઈએ નહીં. 21મી સદીમાં સંતાનની કારકિર્દી માટે એટલા બધા વિકલ્પો છે કે એને પોતાની કેરિયરની પસંદગી માટે પૂરતી મોકળાશ મળી રહે છે. વર્તમાન વૈશ્વિક ગળાકાપ સ્પર્ધામાં મા-બાપની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે એનો સ્વીકાર કરવો જ રહ્યો.
નવસારી – ડૉ. જે. એમ. નાયક- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.