Madhya Gujarat

વિરપુરથી ભાટપુરનો રસ્તો ખખડધજ બન્યો

વિરપુર : વિરપુરથી ભાટપુર જોડતો મુખ્ય રસ્તો છેલ્લા કેટલાક સમયથી ખખડધજ બની ગયો છે. લાંબા સમયથી તેની મરામત કરવામાં ન આવતા ઠેર ઠેર મોટાં મોટાં ખાડા પડી ગયાં છે. જેના કારણે નાના- મોટા અકસ્માતો સામાન્ય બની ગયાં છે. આ અંગે અનેક રજુઆત છતાં કોઇ પગલાં ભરવામાં ન આવતા રોષ જન્મ્યો છે. વિરપુરથી ભાટપુર જોડતા મુખ્ય રસ્તાની ખખડધજ હાલત હોવા છતાં તંત્રની ઉદાસીનતાના કારણે વર્ષોથી મરામત કરવાની માંગ હોવા છતાં મરામત કરાયો નથી. જેથી ઠેર ઠેર મસમોટા ખાડાઓ હોવાના કારણે  વાહન ચાલકો સહિત મુસાફરોને અકસ્માત થવાનો ભય જણાઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોના લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલીઓ પડતા માર્ગના નવીનીકરણ માટે માંગ ઉઠી છે.

સત્વરે રસ્તાનું મરામત અને વાઇડનિંગ થાય તેની જનતામાં ઉગ્ર માંગ ઉઠી છે. તાલુકની હદથી 20થી વધારે ગામડાઓ જોડાયેલા છે. જીવન જરૂરિયાત માટે તેમજ રોજ-બરોજના પોતાના તેમજ સરકારી કામકાજ માટે કચેરીઓ પર જવા માટે મોટા પ્રમાણમાં વાહન વ્યવહાર આ રસ્તા પર થઈ રહ્યો છે. આકસ્મિક કારણોસર સ્થાનિક કક્ષાએથી દવાખાને જવા માટે પણ આ જ રસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસ્તાનું વર્ષોથી સમારકામ કરાયુ નથી. ઠેર ઠેર ફક્ત કાંકરી જ જોવા મળે છે. દિવસભર ચાલતા વાહન વ્યવહારથી ધૂળની ડમરીઓ ઉડતા સ્થાનિકોને તેમજ બાઇક સવારોને પણ નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે વિરપુર થી ભાટપુર રસ્તાનુ સમારકામ કરવામાં આવે તેવી સ્થાનીકોમા ઉગ્ર માંગ ઉઠી છે.

Most Popular

To Top