સુરત : મનપાની લાઇટ એન્ડ ફાયર સમિતિની બેઠક આગામી 14 ઓગષ્ટના રોજ મળનાર છે. જેમાં અલગ અલગ વિસ્તારમાં લાઈટ ફિટિંગ પોલ ઉભા કરવા માટે કરોડો રૂપિયાની દરખાસ્ત મૂકવામાં આવી છે જે મુદ્દે નિર્ણય લેવાશે.
શહેરનાં અડાજણ વિસ્તારમાં એલપી સવાણી સ્કૂલથી લઈ સ્ટાર બજાર સુધીના રોડ પર 1.02 કરોડ, પાલનપુર જકાતનાકાથી એલપી સવાણી સ્કૂલ નજીક આવેલા મંગલ તીર્થ રોડ સુધી 50.56 લાખ અને પાલનપુર જકાતનાકા સુધીના રોડ પર પોલ ઇન્સ્ટોલ કરવા માટે 61.87 લાખના અંદાજીત ખર્ચ અંગેની દરખાસ્ત કમિટીની બેઠકમાં મૂકવામાં આવશે.
- લાઈટ એન્ડ ફાયર કમિટિમાં કુલ 2.70 કરોડના કામોની દરખાસ્ત
- એક કરોડના ખર્ચે એલપી સવાણી રોડ પર લાઈટ પોલ ઉભા કરાશે
આ સાથે ભેંસાણ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી લઈ ઉગત વોટરપાર્ક સુધીના રોડ પર લાઈટ ફિટિંગ પોલ ઉભા કરવા માટે 61.57 લાખના ખર્ચના અંદાજ રજૂ કરવામાં આવ્યા છે. આવી જ રીતે ઉગત વોટર વર્કસથી લઈને પાલનપુર જકાતનાકા સુધી કાર્ય માટે દરખાસ્ત મૂકવામાં આવી છે.
ટલું જ નહીં મેટ્રો રેલના ફેઝ બે અંતર્ગત આવનાર ભેંસાણ સારોલી રૂટને જોડતા નિર્માણ કામગીરીના લીધે રોડની વચ્ચે સ્ટ્રીટ લાઈટ પોલ ડિસેમ્બરમાં કરાયા હતા. જે હાલમાં હંગામી ધોરણે અલગ અલગ જગ્યાએ કાર્યરત છે. તે પોલને કાયમી ધોરણે કરવાથી મેટ્રો બ્રિજના પીલરથી પ્રકાશ ના અવરોધાય તે રીતે સ્થાપિત કરવાની કામગીરી વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.