Charchapatra

સાચી સલાહ

તા.૧૯ ડિસેમ્બર ૨૦૨૪ના ‘ગુજરાતમિત્ર’માં  હેતા ભૂષણની અત્યંત લોકપ્રિય કટાર ‘ચાર્જિંગ પોઇન્ટ’માં બેસ્ટ ગીફ્ટ વિશે જે લેખ આવ્યો છે તે અત્યંત નોંધનીય છે. દાદીએ સાચી સલાહ આપીને બધું જતું કરીને સાચી ગીફ્ટ શું હોઈ શકે તે  અંગે જે સોનેરી સલાહ આપી તે અંગે જે વિવરણ કર્યું છે તે ખરેખર અત્યંત બોધદાયક છે. સમય આવ્યે સાચા અને સારા સંસ્કાર કેવી રીતે આપી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ છે.‘ગુજરાતમિત્ર’ના દરેક વાચકને  જો આ ન વાંચ્યું હોય તો વાંચી જવા આ લખનારની ભલામણ છે.એક અત્યંત ઉચ્ચ કોટિનો લેખ વાંચ્યાનો અનુભવ થશે.‘ગુજરાતમિત્ર’ અને હેતા ભૂષણ બંનેને અભિનંદન.
સુરત     – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આધુનિક આવિષ્કારની આવશ્યકતા
શ્રી રામના વનવાસ સમયની એક ઘટના જાણી કોઈક ઋષિએ યુધ્ધ માટે અતિ આધુનિક શસ્ત્રોનો આવિષ્કાર કર્યો હતો અને તેને સોંપવા શ્રી રામને યોગ્યપાત્ર લેખ્યા હતા અને શ્રીરામને તે શસ્ત્રો આપવાની તૈયારી દર્શાવી હતી પરંતુ શ્રીરામ પોતાને તે માટે પાત્ર ગણ્યા તે માટે તેમને ધન્યવાદ આપી તે શસ્ત્રો લેવાનો સ્પષ્ટ ઈન્કાર કરતાં કહ્યું હતું તમારા હાથે જ વિનાશક શસ્ત્રોનો નાશ કરી દો. મનુષ્યતાને આની કોઈ જ જરૂર નથી જ્યારે આધુનિક વિજ્ઞાને તમામ પ્રકારનાં સંશોધનો કરવામાં હરણફાળ ભરી જીવન ઉપયોગીથી લઈ વિશ્વવિનાશક સાધનો સર્જયાં.

ભૂલ એક જ કરી તેના ઉપયોગ અર્થે યોગ્યતા કે પાત્રતાના જોઈ તેના આદાન પ્રદાન અંગે માત્ર ધનને જ પાત્ર લેખ્યું. પરિણામ અનેકના હાથમાં સાધનો જતા સમાજ અરાજક બની ચૂક્યો છે. મનુષ્યતા સર્વનાશ તરફ અગ્રેસર બની ચૂકી છે. સાથે સાથે પ્રકૃતિ પણ વિનાશ વેરી રહી છે ત્યારે આધુનિક સંશોધનોને મનુષ્યને સોંપતાં પહેલાં તેની યોગ્યતા પાત્રતાને પ્રાધાન્ય આપવું પડશે તે નક્કી.
નવસારી – ગુણવંત જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top