સુરત(Surat): રિંગરોડ(Ring road) ફ્લાયઓવર બ્રિજ(Flyover bridge)ને રિપેર કરવા માટે મનપા(Surat Municipal Corporation) દ્વારા 8 માર્ચથી આ બ્રિજને બંધ(Close) કરવામાં આવ્યો છે. બ્રિજ બંધ કરાયાને 3 મહિનાનો સમય થઈ ચુક્યો છે તેમ છતાં રિપેરીંગ કામગીરી પુર્ણ થઈ નથી અને હજી વધુ 15 દિવસ બ્રિજ બંધ કરવા માટે મનપાએ જાહેરનામુ બહાર પાડ્યું છે જેથી લોકોની મુશ્કેલી હજી પણ યથાવત રહેવાની છે. 8 માર્ચથી રિપેરીંગ માટે બંધ કરાયેલો બ્રિજ 16 જુને ખુલ્લો મુકવામાં આવનાર હતો પરંતુ હજી પણ કામગીરી બાકી હોય હવે આ બ્રિજની કામગીરી 25 જુન સુધી ચાલશે તેમ મનપા તંત્રએ જણાવ્યું છે.
- 3 મહિનાથી રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજની રિપેરીંગની કામગીરી ચાલી રહી છે, હવે ખુલ્લો મુકવાની તારીખ 26 જૂન પડી
- 8 માર્ચથી બંધ કરાયેલા બ્રિજને શરૂ કરવા વધુ એક તારીખ પડતાં લોકોની સમસ્યા યથાવત
રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજ માર્કેટ વિસ્તારના કારણે ધમધમતો રહે છે. પરંતુ રિપેરીંગ કરવાનું હોવાથી આ બ્રિજ બંધ કરાતા જ માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધી છે. અગાઉ મનપાએ આ બ્રિજ 8 મેના દિવસે ખુલ્લો મુકાશે તેવી જાહેરાત કરી હતી પરંતુ 8 મે સુધી 50 ટકા કામગીરી પણ થઈ ન હતી ત્યારબાદ મનપાએ આ બ્રિજ 16 જુને ખુલ્લો મુકાશે તેવી જાહેરાત કરી હતી પરંતુ હજી પણ કામગીરી પુર્ણ ન થતાં હવે આ બ્રિજની કામગીરી 25 જુન સુધી ચાલશે તેમ જણાવાયું છે. આ સમય દરમિયાન કામગીરી પુરી થાય તો જ 26 જુનથી રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ શરૂ કરાશે, નહીંતર હજી પણ શહેરીજનોએ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે.
પીઓવાય યાર્નના ભાવમાં એક જ મહિનામાં 12 રૂપિયાનો વધારો
સુરત: એક તરફ કાપડ ઉદ્યોગમાં વૈશ્વિક કારણોસર મંદી છે.બીજી તરફ ક્રૂડના વધતાં ભાવો સામે સ્પીનર્સ યાર્નના ભાવો સતત વધારી રહ્યાં છે.એક મહિનામાં ચાર વાર પીઓવાયના ભાવ કિલોએ 8 રૂપિયાથી 12 રૂપિયા સુધી વધી ગયા છે. જોકે કાપડ માર્કેટમાં ડિમાન્ડ નહીં હોવાથી વિવર્સ પણ જુના સ્ટોકનો જ નિકાલ કરી રહ્યાં છે. યાર્નના રો-મટીરીયલ્સ પીટીએ – એમઈજીના ભાવમાં પણ ક્રૂડના વધતાં ભાવ સાથે વધી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ વધતા નાયલોન યાર્નના ભાવમાં કિલોએ છેલ્લા એક મહિના દરમ્યાન 8 રૂપિયાનો વધારો નોંધાયો છે. જો કે નાયલોન વિવર્સ એસોસિએશનના પ્રમુખ મયુર ચેવલીનું કહેવું છે કે, ઉનાળુ વેકેશનને લીધે વિવિંગ એકમોમાં 30 ટકા કારીગરો નથી, માર્કેટમાં કાપડની કોઈ મોટી ડિમાન્ડ પણ નથી. તેમ છતાં ક્રૂડના ભાવો જેમ વધે છે. તેમ સ્પીનર્સ નાયલોન યાર્નના ભાવો વધારે છે. પણ જ્યારે ક્રૂડના ભાવ ઘટે છે ત્યારે યાર્નના ભાવ ઘટાડવાના મેસેજ મુકતા નથી. માર્કેટમાં ફુગાવાની સ્થિતિ છે. ઓગસ્ટ પહેલા માર્કેટ ઊંચકાય એવી સ્થિતિ નથી.
વિવર્સ, પ્રોસેસર્સ 50 ટકા કેપેસિટીથી ચાલી રહ્યાં છે અને સ્પીનર્સ યાર્નના ભાવ વધારી રહ્યાં છે
યાર્ન ડિલર્સના જણાવ્યાં મુજબ તેજીમાં વિવર્સ 10,000 ટન નાયલોન યાર્નનો વપરાશ કરે છે. નાયલોન યાર્નની પ્રોડક્ટમાં સાડી, કુર્તી, દુપટ્ટા અને ગારમેન્ટની આઇટમો બને છે. કોરોના પછી નાયલોન યાર્નના તમામ ડેનિયરમાં સરેરાશ 10 થી 12 ટકા ભાવ વધ્યા છે. પણ ડિમાન્ડ 20 થી 25 ટકા સીધી ઘટી છે. કોવિડ19 પછીના વર્ષમાં પ્રથમવાર નાણાંકીય વર્ષ 2021-22 દરમિયાન 6.1 બિલિયનનો ઍકપોર્ટ લક્ષ્યાંક પૂર્ણ થયો હતો. 31 માર્ચ 2022 સુધી 6.3 બિલિયનનો વેપાર નોંધાયો હતો.વર્ષ 2019-20 માં 5.9 અને 2020-21 માં 4.8 બિલિયન એક્સપોર્ટ રહ્યોં હતો.હવે કેન્દ્ર સરકારે 2022-23 માટે 6.8 બિલિયનનો લક્ષ્યાંક આપ્યો છે. 2021-22 માં ફેબ્રિક્સ અને યાર્નના એક્સપોર્ટમાં 25 ટકા સુધીનો સરેરાશ વધારો નોંધાયો છે.સૌથી વધુ એમએમએફનો એક્સપોર્ટ સુરતથી રહ્યોં છે.