Vadodara

ઐતિહાસિક ધરોહર પરથી હોર્ડિગ્સો હટાવાતાં ગરિમા જળવાઈ

વડોદરા: શહેરની ગાયકવાડી ઇમારતો અને બગીચા ને ઢાંકી દેતા હોર્ડિંગ હટાવવા ના અહેવાલો સતત ત્રણ ચાર દિવસ “ગુજરાત મિત્ર “મા પ્રસિદ્ધ થતા વડોદરા કમિશનરે આદેશ આપતા કમાટી બાગ, કાળાઘોડા વિસ્તાર મા રાજકીય અને કોમરશિયલ હોર્ડિંગ હટાવી દેવાયા છે.શહેર ના અનેક વિસ્તારો માંથી વડોદરા કોર્પોરેશન દ્વારા 100 જેટલાં હોર્ડિંગ હટાવવા મા આવ્યા છે જેના લીધે શહેર ના એંતિહાસિક વિસ્તારો મા ફરી રોનક જોવા મળી હતી. પાલિકા ની હોર્ડિંગ હટાવવાની કામગીરી ને શહેરી જનો એ વખાણી હતી.

પરંતુ હજુ કેટલીક જગ્યાએ હોર્ડિંગ લાગેલા જોવા મળે છે. તેવા હોર્ડિંગ ઉતારી લેવામાં આવશે તેમ દબાણ વિભાગ ના જયા ગેરકાયદેસર હોર્ડિંગ હશે તેને હટાવશે તેમ દબાણ વિભાગ ના મંગેશ જયસ્વાલે જણાવ્યું હતું શહેર મા લાગેલા હોર્ડિંગો હટાવવા મા પાલિકા ના સત્તાધીશો એ કમર કસી છે ત્યારે પાલિકા ના દબાણ વિભાગ ના અધિકારી મંગેશ જયસ્વાલે ગુજરાત મિત્ર સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે શહેર મા વિવિધ સ્થળે લાગેલા હોર્ડિંગ હટાવવા ની ઝુબેશ ચાલુ જ છે. આજે કેટલાક વિસ્તારો મા લાગેલા કોમર્ષીયલ હોર્ડીગ હટાવાયા હતા.હજુ કેટલીક જગ્યાએ હોર્ડિંગ હશે તેને પણ આગામી દિવસો મા હટાવી દેવાશે. વડોદરા મહાનગર પાલિકા ની જાણ બહાર શહેર ના રાજમાર્ગો પર રાતોરાત હોર્ડિંગ લગાવી દેવાતા હોય છે આવા હોર્ડિંગ લગાવનાર પાલિકા મા કોઈ લાગત ભરતા નથી. અને વડોદરા મહાનગર પાલિકા ને ચૂનો લગાડતા હોય છે.

Most Popular

To Top