એસ.એમ.સી. દ્વારા લેવાયેલી ત્રીજી શ્રેણી કલાર્કોની લેખિત અને કોમ્પ્યૂટરની પરીક્ષા પાસ કરી હતી. તેઓનું એસ.એમ.સી.ના મહેકમ વિભાગ દ્વારા સત્તાધીશોની મંજૂરીથી પ્રતીક્ષાયાદી તૈયાર કરવામાં આવી હતી અને એ તમામ ઉમેદવારોને બે વર્ષના સમયગાળામાં નોકરીમાં સમાવી લેવાની વાત કરી હતી પરંતુ અયોગ્ય વહીવટી ખામીના પરિણામે બે વર્ષના ગાળા પછી 335 જેટલી મોટી સંખ્યામાં ઉમેદવારો નોકરીથી વંચિત રહી ગયાં હતાં, જેથી તેમના હક્કની નોકરી મેળવવા તેમણે તમામ એસ.એમ.સી.ના સત્તાધીશોને ન્યાય માટે રજૂઆત કરી હતી.
પરંતુ તમામ તરફથી નકારાત્મક અભિગમ ખરેખર નોકરી ઈચ્છુક એવા 50 ઉમેદવારોએ એસ.એમ.સી. વિરુદ્ધ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. જેમાં ઉમેદવારોના હાઈકોર્ટના વકીલ શિવેદી સાહેબે એસ.એમ.સી.ને કારણ દર્શન નોટીસ ઈસ્યુ કરી હતી તેમાં જણાવ્યું હતું કે ત્રીજી શ્રેણી કલાર્કોની જગ્યાઓ ખાલી પડી હતી તે જગ્યાઓ પર કાયદેસરના લાયક પ્રતીક્ષાયાદીના બાકી ઉમેદવારોની ભરતી કરવાને બદલે અયોગ્ય રીતે આઉટ સોર્સીંગ દ્વારા કોન્ટ્રાક્ટ કલાર્કોની ભરતી કરી હતી. હવે પીટીશન દાખલ કરવાને પણ 10 મહિના થઈ ગયા છે પરંતુ એસ.એમ.સી.ની તરફથી કોઈ લીગલ પ્રતિનિધિ નિયત તારીખે હાજર રહેતું નથી અને કારણ દર્શન નોટીસનો જવાબ આપતું નથી. હવે આ બાકી ઉમેદવારો હાઈકોર્ટ પાસે યોગ્ય ન્યાયની આશા રાખી રહ્યા છે.
સુરત. -રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ટકાવારીના જુદા જુદા સ્લેબ અંગે પુનઃ વિચારણા જરૂરી
હમણાં જ શહેરમાં ચાલતાં હેર ટ્રાન્સપ્લાન્ટ -સ્કીન સ્પેશ્યાલિસ્ટનાં કલિનિક પર દરોડા પડતાં gst ભરતાં ન હોવાનું અને કેટલાંક વ્યવહારો રોકડથી થતાં હોવાનું સપાટી પર આવ્યું,જ્યાં કાયદો ત્યાં છટકબારી હોવાની અને કેટલીક જગ્યાએ વળી બિલ ન આપીને ગાંધી વૈદનું સહિયારું પણ ચાલવાનું. હાલમાં સિનેમાઘરોમાં ખાણીપીણીની વસ્તુઓ પર અને કાપડ પરના gst માં ઘટાડો થવા અંગેની જાહેરાત થઈ. સ્કીન સ્પેશ્યાલિસ્ટમાં પણ સરખી ડિગ્રી ધરાવતાં ડૉક્ટરના કન્સલ્ટીંગ ચાર્જ જુદા જુદા હોય છે. તે અંગે પણ ચોક્કસ ધારાધોરણો હોવાં ઘટે! જો સ્લેબની ટકાવારીમાં સમયોચિત ફેરફાર આવે તો ટેક્સ ભરવા અંગેની ટકાવારીમાં પણ વધારો થાય.
સુરત – વૈશાલી શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.