Charchapatra

રસ અને ધ્યાનનો શિક્ષણ સાથે સંબંધ

ધ્યાનનો મૂળ આધાર ‘રસ’ છે. રસ એક સ્થાયી વૃત્તિ છે. તે જેટલી પ્રબળ તેટલું ધ્યાન વધુ પ્રબળ બને છે. રસ અને ધ્યાન એક સિકકાની બે બાજુ જેવા છે. બાળકોને જેમાં વધુ રસ પડે તેના તરફ બાળકનું ધ્યાન વધુ કેન્દ્રિત થાય છે. રસ અને ધ્યાનનો સંબંધ માતા અને પુત્રી જેવો છે.

રસ પડે તો ધ્યાન લાગે અને ધ્યાન લાગે તો ગમે તેવો વિષય પણ રસમય બની જાય. ધ્યાન દોરવાનું અને બાળકોમાં રસ કેળવવાનું કાર્ય શિક્ષકનું છે. ધ્યાન અને રસ એકબીજાનાં પૂરક છે. ધ્યાન લાગે તો જ્ઞાન થાય. વિદ્યાર્થીઓમાં ધ્યાન એકાગ્રતાની શકિતનો વધારો કરવો જોઇએ. તો જ બાળકો વર્ગખંડમાં પ્રશ્નોના જવાબ સાચા આપી શકે.

પરિણામે ગોખણપટ્ટી કરતાં નથી, સમજપૂર્વક સાચા જવાબ આપી શકે છે. પરિણામે શિક્ષક અને વિદ્યાર્થી બન્ને પક્ષે સફળતા મળે છે. ગોખણપટ્ટીથી જ્ઞાનમાં વધારો થતો નથી અને લાંબા ગાળે જ્ઞાનમાં ઘટાડો થતો જાય છે. બાળકોમાં કલ્પનાશકિત, સ્મરણશકિત, સમજશકિત અને બુદ્ધિશકિતનો વિકાસ થાય છે. ધ્યાનથી થયેલ કોઇ પણ કાર્ય ઝડપી, સુંદર અને ગુણવત્તાયુકત થાય છે. વિદ્યાર્થીઓએ જે તે કાર્યમાં પહેલાં રસ ઉત્પન્ન કરવો જોઇએ.

ત્યાર બાદ એ કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. જેથી તે કાર્ય સરળતાથી કરી શકે. જો શિક્ષક વર્ગખંડમાં લાલચ કે ભયથી ધ્યાન સ્થિર કરવાનો પ્રયત્ન કરે તો કૃત્રિમતા સર્જાય છે. પરિણામે આ પ્રકારનું રસ વગરનું ધ્યાન વિષય પ્રત્યે, કાર્ય પ્રત્યે અણગમો પેદા કરે છે. જેથી પહેલાં તો શિક્ષકે જ વર્ગખંડમાં પોતાની શૈલીમાં વિવિધતા લાવીને બાળકોને આકર્ષિત કરવાં અને જે તે વિષયમાં રસ રાખી ધ્યાન કેન્દ્રિત કરવું.

અમરોલી – આરતી જે. પટેલ             – લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top