Charchapatra

શાળા અને સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સા

ગુજરાતમાં જે રીતે ડ્રગ્સ ઠલવાઇ રહ્યું છે તે ચિંતાજનક છે. પકડાઈ રહ્યું છે તે આનંદની વાત છે પણ ચિંતા એ છે કે ડ્રગ્સ એડિક્શનનો શિકાર રાજ્યનું યુવાધન અને શાળાનાં બાળકો બની રહ્યા છે. ટીનેજર્સ અને યુવાનોને અનેક પ્રશ્નો છે, પ્રેશર છે,જેનાં કારણે માનસિક હતાશા અનુભવે છે. શાળા અને માતાપિતા અભ્યાસ અને ટકા માટે મોટી મોટી અપેક્ષાઓ રાખે છે અને તે માટે દબાણ કરે છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જોબ નથી મળતી. ડીગ્રી છે પણ જ્ઞાન નથી, સ્કીલ નથી! શોર્ટકટથી પૈસાદાર બનવું છે. મહદઅંશે હતાશા હાવી છે ત્યારે ડ્રગ્સનો કારોબાર કરનાર માટે આવાં વિદ્યાર્થીઓ, યુવાનો સોફ્ટ ટાર્ગેટ હોય છે. શાળા,કોલેજનાં વિદ્યાર્થીઓ ક્યાં તો ઉત્તેજના કે બહાદુરી માટે,  ખરાબ મિત્રોની સંગત કે દબાણને વશ થઈ એડિક્ટ બને છે. દીકરીઓ પણ!પરિવારનું કલુષિત વાતાવરણ પણ મહત્વનો ભાગ ભજવે છે.

માતાપિતા આ બાબતોથી અજ્ઞાત હોય તે સ્વીકાર્ય નથી. કેટલાક પેરન્ટ્સ પાસે પૈસા છે પણ સંતાનો માટે સમય નથી. કેટલાક પેરન્ટ્સ તો પોતાના સંતાનો શાળા, કોલેજ કે ટયૂશન કલાસમાં જાય છે કે નહિ તે બાબતથી પણ અજાણ હોય છે. વધુ પડતો વિશ્વાસ, સ્વતંત્રતા કે બાળકોનું ઈમોશનલ બ્લેકમેઈલિંગ પણ કારણભૂત બને છે. માતાપિતાની સાથે શાળા, કોલેજે પણ બાળકોનાં વર્તનમાં અચાનક કે ધીરેધીરે આવતાં ફેરફારો ધ્યાને લેવા જરૂરી છે. જે પરત્વે ખૂબજ ઓછું કામ થાય છે જે આપણી કરૂણતા છે. પોતાનો દિકરો કે દીકરી કયાં જાય છે, એનાં મિત્રો કોણ છે, મિત્રોનો પરિવાર કેવો છે એની જાણકારી પણ પેરન્ટ્સે રાખવી જરૂરી છે.
સુરત     – અરૂણ પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

દુષ્કર્મ શરમજનક ઘટના
સવારે દૈનિક પેપર તમે વાંચો તો એમાં એક કેસ તો દુષ્કર્મનો વાંચવા મળે મળેને મળે જ. દુષ્કર્મ એટલે કે રેપ-બળાત્કાર બલત્કાર શબ્દ જ કેટલો ભયાનક લાગે છે તો જેના પર વીતતી હશે એની શું હાલત થતી હશે એવિશે કદીક વિચાર્યુ છે ખરૂં? વળી હમણાં હમણાં તો સામુહિક બળાત્કાર ગેંગરેપના બનાવો પણ ઘણા બન્યા છે અને તે પણ 4 થી 11 વર્ષની બાળાઓને પીંખી નાંખવામાં આવી કે જે છોકરીઓઆવા જ્ઞાનથી સાવ અજાણ હોયછે. કેસમાં પાછુ બળાત્કારીઓને તો આપણા દેશણાં વકીલ પણ ખૂબ સહેલાઈથી મળી જતા હોય છે.

આવા નરાધમોને તો જાહેરમાં ચાર રસ્તા પર જનતાની સમક્ષ ફાંસી આપવી જોઈએ. બીજા માણસો આવા કૃત્ય કરવાથી ડરે. આ તો બનાવ બને પછી તેની ધરપકડથાય ત્યાર પછી તેના નાર્કોટેસ્ટ, ડીએનએ ટેસ્ટ થાય પછી કોર્ટમાં કેસ ચાલે દિવસોના દિવસો એમાં પસાર થઇ જાય નજીવી સજા થાય કયાં તો ભીનુ સંકેલી લેવામાંઆવે લોકો તેને ભૂલી પણ જાય અને વળી પાછી એ જ ઘટના, આવુ ન બને એને માટે સહકારે કડક વલણ અપનાવવું જોઈએ અને કડક કાયદા બનાવવા જોઈએ તો જ આમાં કંઇક ફેર પડે.
અડાજણ – શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top