Business

અલૂણાં વ્રતની રેસીપી

સ્ટ્રોબેરી બોલ્સ

  • સામગ્રી
  • 1/4 કપ સ્ટ્રોબેરી ક્રશ
  • 1/4 કપ મિલ્ક પાઉડર
  • 1/2 કપ છીણેલું સૂકું કોપરું
  • સ્વાદાનુસાર દળેલી ખાંડ
  • રીત
  • – એક બાઉલમાં બધી સામગ્રી મિકસ કરો.
  • – એને ધીમા તાપે ગેસ પર પાંચ મિનિટ થવા દઇ ગેસ બંધ કરી  ઠંડી પાડો.
  • – એમાંથી બૉલ્સ વાળી કોપરામાં રગદોળી સર્વ કરો.

મોરસની ભાજી- પનીરનું શાક

  • સામગ્રી
  • 50 ગ્રામ મોરસની ભાજી
  • 50 ગ્રામ પનીર
  • 25 ગ્રામ કાજુ
  • 1 ટીસ્પૂન ખાંડ
  • 1 ટીસ્પૂન મરી પાઉડર
  • 2 ટીસ્પૂન લીંબુનો રસ
  • 2 ટીસ્પૂન ફ્રેશ ક્રીમ
  • 2 ટીસ્પૂન તેલ/ઘી
  • રીત
  • *મોરસની ભાજી ચૂંટી, ધોઇ, મિકસરમાં પેસ્ટ વાટો
  • * કાજુમાં થોડું દૂધ નાખી દસ મિનિટ પલાળી પેસ્ટ વાટો.
  • * અડધા પનીરને છીણો તથા અડધા પનીરના ચોરસ ટુકડા કરો.
  • * એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં મોરસની પેસ્ટ નાખી ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
  • * ત્યાર બાદ તેમાં કાજુની પેસ્ટ નાખી થવા દો.
  • * તેમાં પનીર, મરી પાઉડર અને ખાંડ નાખી મિકસ કરો. ઉકળવા આવે એટલે ગેસ બંધ કરી દો.
  • * સર્વિંગ બાઉલમાં કાઢી ફ્રેશ ક્રીમ નાખી સર્વ કરો.

મોરસભાજી અપ્પમ

  • સામગ્રી
  • 1 કપ ઘંઉનો લોટ / ચોખાનો લોટ
  • 2 ટેબલસ્પૂન મોરસની પેસ્ટ
  • 1/2 કપ સમારેલી મોરસની ભાજી
  • 1/4 કપ દહીં
  • 1/2 ટી સ્પૂન મરી પાઉડર
  • 2 ટીસ્પૂન ફ્રેશ ક્રીમ
  • રીત
  • * એક બાઉલમાં ઘઉંનો લોટ, મોરસની પેસ્ટ, ઝીણો સમારેલો મોરસ, દહીં અને મરી પાઉડર મિકસ કરો. તેમાં થોડું થોડું પાણી નાખી ઇડલી જેવું ખીરું તૈયાર કરો.
  • * અપ્પમના મોલ્ડમાં ઘી કે તેલ લગાડી ગ્રીસ કરો તેમાં તૈયાર કરેલું ખીરું રેડો. ઉપર સુધી ભરી ન દો. ઢાંકણું ઢાંકી થોડી વાર થવા દો. થોડી વાર પછી અપ્પમ ઉથલાવી બીજી બાજુ થવા દો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે સર્વિંગ ડીશમાં કાઢો.
  • * ગરમાગરમ અપ્પમ દહીં સાથે સર્વ કરો.
  • નોંધ :
  • – તમે ઇડલીના મોલ્ડમાં પણ કરી શકો.
  • – આ અપ્પમમાંથી અપ્પમ ચાટ પણ બનાવી શકાય. ચાટ સર્વ કરવા માટે ડીશમાં અપ્પમ મૂકી ઉપર દહીં અને ખજૂરની ચટણી રેડો. મરી પાઉડર ભભરાવો. દાડમના દાણાથી ગાર્નિશ કરી સર્વ કરો.

મોરસની પૂરી

  • સામગ્રી :
  • ૧ કપ મોરસની ભાજી
  • ૧ કપ ઘઉંનો ઝીણો લોટ
  • ૧/૪ કપ ઘઉંનો કકરો લોટ
  • ૨ ટેબલસ્પૂન તેલ
  • ૧/૪ ટી.સ્પૂન મરી પાવડર
  • ૨ ટેબલસ્પૂન ખાટું દહીં
  •  તળવા માટે તેલ
  • રીત :
  • *  સૌ પ્રથમ મોરસની ભાજીને ચૂંટી ઝીણી સમારો.  તેને  ધોઈને બરાબર સાફ કરી લેવી. પછી મિક્સરમાં ૨-૩ ચમચી પાણી નાખીને અધકચરી વાટી લો.
  • *  વાટેલી ભાજીમાં લોટ, મરી પાવડર, દહીં અને તેલ ઉમેરીને પૂરી જેવો કઠણ લોટ બાંધો
  • *   એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. ત્યાં સુધી પૂરી વણી લો. સહેજ જાડી પૂરી વણવી જેથી સરસ ફૂલશે. જો કડક પૂરી બનાવવી હોય તો પાતળી પૂરી વણીને તેમાં ચપ્પુથી કાપા પાડીને ધીમા તાપે તળવી જેથી પૂરી ફૂલશે નહીં અને કડક થશે.
  • *  તેલ બરાબર ગરમ થાય એટલે મધ્યમ તાપે પૂરી તળી લો. જેથી અંદરથી કાચી ના રહે.
  • *  ગરમાગરમ પૂરી… મોળા દહીં, કેળાનું રાયતું, કેરીનો રસ કે શાક સાથે પીરસો…

Most Popular

To Top