Charchapatra

ગંદકીનું સામ્રાજ્ય

મકાઈપુલ પાસે પ્રખ્યાત દોટીવાળા બિસ્કીટ બેકરી આવેલ છે. જ્યાં તેની બાજુમાં એક અડધી બાંધેલ ઈમારત આવેલ છે. આ મકાનમાં લોકો સડેલા શાકભાજી ફ્રુટ, વિ. અંસખ્ય નકામી વસ્તુ/કચરો નાંખી જાય છે. એટલું જ નહિ આવતા જતા લોકો ખુલ્લામાં શૌચક્રિયા પણ પતાવે છે. તો અહી ખાદ્યપદાર્થની વસ્તુની વેચાણની બાજુમાં એટલી બધી ગંદકી હોય છે. ત્યાં બિસ્કીટ લેવા આવનારને પણ થોડી મિનિટ ઊભા રહેતા અસહ્ય દુર્ગંધ મારે છે. નજીકમાં જ આવેલ વોર્ડ ઓફિસને આ ગંદકી કેમ નથી દેખાતી, બેકરીના માલિકે પણ જણાવ્યું કે અવારનવાર ફરિયાદ કરતા કોઈ સાંભળતુ નથી. સફાઈમાં એવોર્ડ મેળવનાર નંબર વન આવનાર સુરત માટે આ કેટલુ વ્યાજબી છે.
સુરત     – કલ્પના વૈદ્ય- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

જીવન થોડું વેશ ઝાઝો!
કહે છે મનુષ્યનું કદ અને જીવન આયુષ્ય ઘટી રહ્યું છે એટલું જ નહીં માનસિક વિકૃતિ પણ વધી રહી છે. નજીવા કારણે હત્યાઓ જ નહિ આત્મહત્યાઓ પણ થઇ રહી છે. જીવન થોડુ વેશ ઝાઝો જેવું વિકાસ નામે મનુષ્યવર્તી રહ્યો છે. એક રેતીનો કણ પણ તે સર્જી શકતો નથી હા પ્રકિતના ભિન્ન તત્વોને સંગઠિત કરી સંશોધન થકી સાધનો વિકસાવી મનુષ્ય વ્યર્થનો ગર્વ લઇ રહ્યો છે. વધુને વધુ પ્રકૃતિ પર પ્રભુત્વ મેળવી પોતાના કરતાં શક્તિશાળી સાધનો  બનાવી વિકાસ સાધી રહ્યાના ભ્રમમાં વિનાશ તરફ ગતિ ચાલી રહ્યાનું તેના જીવનની થઇ રહેલી ઉપરોકત અવદસા દર્શાવી રહી છે સર્વવિનાશથી બચવુ હશે તો પ્રકિત પર પ્રભુત્વ પ્રાપ્ત કરવાનું છોડી પ્રકૃતિમય જીવન તરફ પાછા વળવું જ પડશે નહીતો મનુષ્યતાનો સર્વનાશ બહુ દુર હોવાનું અનુભવાતુ નથી જ નથી.
નવસારી           – ગુણવંત જોષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top