Comments

ખરું કારણ

એક હાથ અને પગ ગુમાવી ચૂકેલ દિવ્યાંગ ભિખારી ભીખ માંગી પોતાનું ગુજરાન ચલાવતો.તે ભિખારી એક નાનકડી ગલીના એક એવા ખૂણામાં બેસીને ભીખ માંગતો હતો કે જ્યાં ભૂ કોઈ લોકોની આવનજાવન ના હતી. ત્યાં કોઈને કામ હોય તો કોઈ આવે તે માણસ અને કોઈ ટૂંકો રસ્તો લે તો આ નિર્જન નકળી ગલીમાં આવે બાકી બહુ કોઈ અવરજવર ન હતી. એક દિવસ બપોરે બે મિત્રો ત્યાંથી પસાર થયા.

ભીકારીએ તેમને જોઇને હાથ લાંબો કરી ભીખ માંગી.પેલા બે મિત્રો વાતોમાં હતા એટલે ધ્યાન ન ગયું; ભિખારીએ બુમ પાડી ભીખ માંગી.એક મિત્રનું ધ્યાન ગયું તેને તેની પાસે જઈને બે રૂપિયા આપતાં પૂછ્યું, ‘ બાબા, અહીં તો બહુ કોઈ લોકો પસાર થતાં નથી તો અહીં કેમ ભીખ માંગો છો.જાવ કોઈ મંદિર કે ચોકના સિગ્નલ પાસે વધુ પૈસા મળશે.’ ભિખારીએ કહ્યું, ‘મને ખબર છે કે અહીં રડ્યાખડ્યા જ લોકો આવે છે અને જેટલા આવે છે તે કઈ બધા કઈ આપતાં નથી પણ મારું અહીં બેસવાનું ખરું કારણ કઈ બીજું છે.’ બે મિત્રો ડર્યા કે આ દિવ્યાંગ ભિખારી અહીં લગભગ સુમસામ વિસ્તારમાં એવા તે કયા કારણથી બેસતો હશે.કોઈ ગિરોહ સાથે જોડાયેલો હશે કે પછી કોઈ પોલીસનો ખબરી હશે કે બીજું કઈ…

ભિખારી તો પોતાની વાત કહી રહ્યો હતો, ‘થોડા વર્ષ પહેલા મજુરી કરતો હતો.હાથગાડી ખેંચીને લઇ જતો હતો તેમાં ટ્રક સાથે અકસ્માત થયો અને એક હાથ અને બે પગ ગુમાવી દીધા.જીવતો રહ્યો પણ સાવ નકામો બની ગયો.કોઈ સહારો હતો નહિ એટલે ભીખ માંગવા સિવાય કોઈ રસ્તો ન રહ્યો.એટલે અહીં બેસીને ભીખ માંગું છું.અને આ જગ્યા એટલે પસંદ કરી કે અહીં ગલીમાં છેલ્લા મકાનમાં અંધજનોની શાળા અને વર્કશોપ છે ઘણા અંધજનો રોજ અહીંથી પસાર થાય છે.

અને આ ગલીમાં કોઈ આવનજાવન ના હોવાથી અહીં ના રસ્તા ખરાબ ખાડા ટેકરા વાળા છે છતાં તેની મરમ્મત કરવામાં આવતી નથી એટલે આમ તો મારું શરીર કોઈ કામનું નથી પણ મોઢેથી બોલી શકું છું અને આંખથી જોઈ શકું છું એટલે અહીંથી પસાર થતા અંધજનોને ખાડાથી બચીને ચાલવામાં બોલીને ચેતવું છું અને મારાથી બનતી તકેદારી લઉં છું કે કોઈ અંધજન ખાડામાં પડે નહી.’ બે મિત્રો ભિખારીનું આ સ્થાન પર બેસવાનું ખરું કારણ સાંભળી આશ્ચર્યમાં પડી ગયા. આજના સમાજમાં એક દેખતો માણસ બીજાને આંખમાં ધૂળ નાખી તેને ખળામાં પડી નાખવાની પેરવીમાં હોય છે.ત્યારે આ દિવ્યાંગ ભિખારીની ભાવના કાબિલે દાદ છે. 
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top