મુંબઈ :ગરૂવારે સાંજે દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના (Mukesh Ambani) એન્ટિલિયા (Antilia) નજીક વિસ્ફોટક ભરેલી કાર મળી હતી, જેમાં ધમકીભર્યો પત્ર પણ હતો. આ ગાડી જે વ્યકતિની માલિકીની છે, મુંબઇ પોલીસ અને ક્રાિમ બ્રાંચે તેની ઓળખ કરી લીધી છે. ક્રાઇમ બ્રાંચના (Crime Branch) એક અધિકારીએ જણાવ્યું હતું કે વાહન મનસુખ હિરેન નામના વ્યક્તિના નામે નોંધાયેલું છે. હિરેને જણાવ્યું છે કે 17 ફેબ્રુઆરીની સાંજે તે થાણેથી (Thane) ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં ગાડી અટકી. તેઓ ઉતાવળમાં હતા, તેથી એરોલી બ્રિજ પાસે રસ્તાની બાજુમાં કાર પાર્ક કરી. બીજા દિવસે જ્યારે તે કાર લેવા ગયો ત્યારે તેને કાર મળી ન હતી. આ અંગે તેણે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.
આરોપીએ આ સ્કોર્પિયોની નંબર પ્લેટ કોતરી કાઢી હોવા છતાં પોલીસ કારના અસલી માલિકને શોધવામાં સફળ રહી હતી. આ સિવાય આ કોર એન્ટિલિયાની બહાર મૂકીને આરોપી જે ઇનોવામાં બેસીને ફરાર થઇ ગયો હતો, તે ઇનોવા કારની પણ તપાસ ચાલુ છે. કહેવાિ રહ્યુ છે કે પોલીસને થાણામાં મુંલુડ ટોલપ્લાઝા પાસેના CCTV ફૂટેજમાં શુક્રવારે રાત્રે આ કાર ત્યાં જોવા મળી હતી. જણાવી દઇએ કે આ મમાલા અંગે મુંબઇ પોલીસે FIR નોંધી લીધી છે. આ કેસની તપાસમાં મુંબઇ પોલીસ, ક્રાઇમ બ્રાંચ, ATS અને NIA (National Investigation Agency) ની ટીમ લાગેલા છે. અહેવાલો મુજબ અત્યાર સુધી 20 લોકોની પૂછપરછ થઇ ચૂકી છે.
ગુરૂવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries) માલિક મુકેશ અંબાણીના (Mukesh Ambani) દ. મુંબઇ સ્થિત એન્ટિલિયા બંગલાની (Antilia) બહાર એક શંકાસ્પદ કારમાંથી વિસ્ફોટકો (explosive gelatin sticks) મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ કાવતરુ ઘડનારાઓ છેલ્લા એક મહિનાથી એન્ટિલિયા પર નજર રાખતા હતા. એટલું જ નહીં, આ લોકોએ મુકેશ અંબાણીના કાફલાનો અનેક વખત પીછો પણ કર્યો હતો.
એન્ટિલિયાની બહારથી મળી આવેલી શંકાસ્પદ કારમાંથી કે જેમાં વિસ્ફોટક હતા તેમાંથી જ એક પત્ર પણ મળી આવ્યો છે. આ પત્ર હાથથી લખાયો નથી. આ પત્ર જે બેગમાંથી મળ્યો તેના પર લખેલુ હતુ ‘મુંબઈ ઈન્ડિયન’ (Mumbai Indians) . પત્રમાં લખ્યું છે કે– ‘મુકેશ ભૈયા અને નીતા ભાભી આ ફક્ત ટ્રેલર હતું, આગલી વખતે સામાન પૂરો થઇને તમારી પાસે આવશે આખી વ્યવસ્થા થઈ ગઈ છે. સાવચેત રહો શુભ રાત્રિ.‘.