જ્યાં જે વસ્તુની બંધી કરવામાં આવે ત્યાં એ જ વસ્તુ કે વર્તન કરીને માણસ પોતાને વિદ્રોહી અથવા વિજયી સાબિત કરવા ટેવાયેલો છે. ગુજરાતમાં 1960થી દારૂબંધી છે. પરંતુ દારૂ પીને પકડવાના વળી હેરાફેરીના કિસ્સાનો તો પાર જ નથી. વર્તમાનપત્રમાં ભાગ્યે જ દારૂની હેરાફેરીના સમાચાર ન હોય? લતીફના સમયથી ગુજરાતમાં બૂટલેગિંગ એક વ્યવસાય તરીકે સ્વીકારી લેવામાં આવ્યો છે. આવા સમયમાં ગુજરાતમાં કેટલા પ્રમાણમાં દારૂબંધી છે એ સવાલ છે. ફિલ્મમાં ઓટીટી પર લખવું પડે. દારૂ-તમાકુ સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પણ ફિલ્મ નિર્માતા એનું સમર્થન કરતા નથી. ફિલ્મમાં કે ઓટીટી પર શરાબનાં દૃશ્યો બતાવ્યા વગર વાત જામતી નથી.
આમ જુઓ તો ભારતીય બંધારણે વ્યક્તિ સ્વતંત્રતામાં કોણે શું ખાવું-પીવું એની સ્વતંત્રતા આપી છે. આર્ટિકલ-21 જેમાં વ્યક્તિએ શું ખાવું-પીવું તે બાબતે પ્રતિબંધ મૂકવો ન જોઈએ એવી બંધારણે સ્વતંત્રતા આપી છે. પણ આપણા શાણા રાજ્ય કરનારાઓએ દારૂબંધી કરી પરિણામ શું આવ્યું? હવે ગુજરાતની પ્રજાએ આખરે પિટિશન કરીને દાદ માંગી છે. કાર્યકારી ચીફ, જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ સાહેબ વૈષ્ણવની ખંડપીઠે રાજ્ય સરકારને સ્પષ્ટતા કરવા માટે નોટિસ પાઠવી છે કે, આર્ટિકલ 21માં સ્વતંત્રતા ખાવા-પીવા માટે છે. તો રાજ્ય સરકાર ખુલાસો કરી જવાબ આપશે કે પછી જૈસે થે તારીક પે તારીક? જય દારૂબંધી ગાંધીની.
ગંગાધરા – જમિયતરામ હ.શર્મા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.