Charchapatra

ડોક્યુમેન્ટમાં ભૂલ તંત્ર કરે ભોગવે પ્રજા

ધોરણ 12 અને 10 પરિણામ આવ્યા બાદ તાપી જિલ્લામાં સરકારી કચેરી પર નાગરિકોનો ઘસારો જોવા મળે છે તેમાં આધાર કાર્ડ સેન્ટર CSC સેન્ટર જાતિના દાખલાની ઓફિસ સામે કોંકણી, ચૌધરી, ધોડીયા જેવા નામની આગળ નામની પાછળ એવી રીતે લખવામાં આવે છે તે બધા જ ડોક્યુમેન્ટમાં નામ અલગ હોય છે. કોર્ટ મુજબ જોવા જઈએ તો નામ પછી પિતાનું નામ છેલ્લે અટક આ રીતના ફોર્મુલા આ રીતે હોવું જોઈએ પણ સરકારી બાબુઓ બેધ્યાન રહીને કામ કરે છે અને સામાન્ય આમ નાગરિકો કાયમ માટે સોગંદનામુ કરી સુધારો કરાવવામાં મોટો ખર્ચો કરે છે. ભૂલ તંત્રના કર્મચારીઓ ભેટ રૂપે આપે છે. પગાર જનતા કરમાંથી ભોગવવું જનતાએ જ.

આજે તાપી કુકરમુંડા, વાલોડ, ડોલવણમાં જન સેવા ઓફિસ ઘસારો છે. એક કલાક ઊભા રહો તો તમને આવી ભૂલો વાળા દસ વ્યક્તિઓ જોવા મળશે. આ ચર્ચાપત્રી સોમવાર- મંગળવાર આમ સતત આંટાફેરા મારી આ માહિતી સત્ય સાથે જાહેર કરે છે. તંત્રને આટલું જ કહેવાનું છે કે VC કે CSC સેન્ટર કે અન્ય જગ્યા પર સરકારે ચોક્કસ ભૂલ કરો તો દંડ કે કામગીરીનું આંકલન કરવું જોઈએ જેથી કરીને સોગંદનામુ કે અન્ય ખર્ચ ન કરવો પડે. કોઈ ઠોસ નિયમ કે કાયદો ગ્રામ પંચાયત પાસે પણ હોવો જોઈએ. તાલુકા અને જિલ્લામાં નાગરિકોને સરખો જવાબ કે માહિતી આપવામાં આવતી નથી. ગુજરાત આદિવાસી વિભાગ વિસ્તારમાં જાગૃત નાગરિકો હાલના અને પૂર્વ MLA/MP અન્ય કર્મચારી ચર્ચા વિચાર કરવું જોઈએ.
તાપી    – હરીશ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

એક વાટકી વ્યવહાર આ પણ
‘જીવન સરિતા’માં વાટકી વ્યવહારની વાત કરાઈ હતી. આવા વાટકી વ્યવહારો તો ઘણાં ક્ષેત્રોમાં થતા હોય છે. દા.ત. સોશ્યલ મિડિયામાં દરેક વ્યક્તિને પોતાના વિચારો રજૂ કરવાનો હક છે. એમાં કોઇ પોતાનું લખાણ કે ફોટા કે કંઇ પણ મૂકે છે તો એને Like કરવાનો માપદંડ જુદો હોય છે. એ વ્યક્તિ મારા લખાણને લાઈક કરે છે કે નહીં તે જોવામાં આવે છે. રજૂઆત સારી કે ખરાબ છે એ નથી જોવાતું. સામેની વ્યક્તિની લાઈક કરતી હોય તો આંખ મીંચીને લાઈક કરવું તથા પ્રશંસા કરવી આ તો ‘અહો રૂપમ્’ અહો ધ્વનિ.’
સુરત     – પલ્લવી ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top