Charchapatra

યુધ્ધ વિરામની દરખાસ્ત નકારી કાઢવી જોઈએ

પહેલગામમાં થયેલા આંતકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી હતી. પરંતુ શનિવાર 10/5/2025 ના રોજ અમેરિકાની મધ્યસ્થીથી સીઝફાયર કરવા ભારત પોતાની શરતે સહમત થયું હતું. આટલી બધી તૈયારી કર્યા પછી યુદ્ધ અટકાવી દેવું એનાથી આતંકવાદની મૂળ સમસ્યા હલ થવાની નથી કે પાકિસ્તાન સુધરવાનુ નથી. પાકિસ્તાનની સાન ઠેકાણે લાવવા અને આતંકવાદીઓનો ખાત્મો કરવા યુધ્ધ લડવા ભારતની હુમલા કરવાની પુરી તૈયારી હોવા છતા યુધ્ધ વિરામ થતા હવે યુધ્ધ અટકી ગયુ છે. ભૂતકાળમાં ભારત સાથે આવુ જ થતું રહ્યુ છે. યુધ્ધ મેદાનમાં જીતેલુ ભારત અમેરિકા જેવા દેશોના દબાણથી મંત્રણા  ટેબલ પર હારી જતુ રહ્યું છે. આ વખતનો અનુભવ જોઇ ભારતે પોતાની સમસ્યા હલ થાય તો જ યુધ્ધ વિરામ કરવુ જોઈએ આતંકવાદીઓનો સફાયો ન થાય ત્યા સુધી યુધ્ધ વિરામ કરવાની દરખાસ્ત નકારી કાઢવી જોઈએ તોજ ભારતનો મૂળ હેતુ પુર્ણ થશે.
સુરત    વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top