ગુજરાત સરકારના પેન્શનરો જે પૈકી મોટા પ્રમાણમાં વરિષ્ઠ નાગરિકોને હાલ સરકારી જી.હેલ્થ કાર્ડ મેળવવા માટે સુવિધાજનક કાર્યવાહી ન થવાને કારણે મુશ્કેલી અનુભવે છે. સરકાર પાસે પેન્શનરોની સઘળી માહિતી છે. જે મુજબ ઘરબેઠા આરોગ્ય સારવારનો જી.કાર્ડ આપી શકાય. આ કામે જરૂરી સંકલન સરકારના ખાતાઓ વચ્ચે નથી એમ માનવાને કારણો છે. ભવિષ્યના આરોગ્ય સેવા અને તે પણ નક્કી કરેલા રોગ–સર્જરી માટે નક્કી કરેલ હોસ્પિટલે ઇનડોર તરીકે મળી શકે. હાલની કાર્ય પધ્ધતિથી પેન્શનરો–વરિષ્ઠો હેરાન થાય અને રજૂઆત ક્યાં કરવી? છે કોઈ સરકારી પ્રેસનોટ, જેમાં પૂરતી માહિતી હોય! આ રીતે વિશ્વગુરૂ ન બનાય. સરળતા લાવી શકાય. પરદેશોમાં પ્રવાસે જાવ, જુઓ ત્યાં કેવી રીતે કરપ્શન રહિત કામો થાય છે. દાખલા આપવા અહીં જગ્યા નથી. સુધારો શક્ય છે. વ્યથા ટાળવી અને સુવિધા કરવી એ ફરજ સમજો એવી પ્રાર્થના છે.
કરાડી, નવસારી- મનુભાઈ ડી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે