Charchapatra

ટ્રાફિકની સમસ્યા ફક્ત પોલીસથી નથી ઉક્લવાની

રાજયમાં કે શું દેશમાં વાહન અકસ્માતોની વણઝાર સતત ચાલુ રહી છે. હમણાં જ પ્રગટ થયેલ આંકડા અનુસાર માત્ર ગુજરાતમાં દરરોજ વાહન અકસ્માતમાં 20 નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. જયારે સમગ્ર દેશમાં વાર્ષિક દોઢ લાખ જેટલી વ્યકિતઓનો અકસ્માતમાં ભોગ લેવાય છે. આ નાનો સૂનો આંકડો નથી. પ્રજાની અશિસ્ત, યાંત્રિક ખામી, સાંકડા રસ્તાઓ, વધતાં વાહનો ઉપરાંત સરકારની અસંવેદનશીલતા પણ તેટલાં જ પ્રમાણમાં જવાબદાર છે. તથ્ય પટેલ જેવો મહા અકસ્માત સર્જાય ત્યારે થોડો સમય ઉહાપોહ થાય, પોલીસની દોડાદોડી થાય, નેતાઓ કે પ્રધાનોનાં કડક નિવેદનો જાહેર થાય, પછી ઘીના ઠામમાં ઘી પડી જાય. સરકારના પક્ષે અકસ્માત નિવારણ કરતા દંડ (અને હપ્તા) વસૂલ કરવામાં વધારે સક્રિયતા દેખાય છે.

સગીરો કે યુવાનોની અત્યંત વાહન મંડપ, ભરચક વાહન વચ્ચે આડેધડ ડ્રાઇવીંગ, એક જ વાહન (જીપ, ટ્રક, ડાબુ)માં ઓવરલોડ પેસેન્જરો ભરવા, ચાલુ વાહને ડ્રાઇવરના કાને મોબાઇલ, મોટા ભાગનાં વાહનો પર જોવા મળે છે. રાહદારીઓ માટે કે સાયકલીસ્ટો માટે પસાર થવાનું અતિ દુષ્કર બની ગયું છે. શહેર કરતાં હાઇ વે પર અકસ્માતો વધારે થાય છે. શહેરમાં રસ્તા પર ટ્રાફિક પોલીસની હાજરી ઘણી પાંખી હોય છે. દરેક શહેરમાં 4 રસ્તે ટ્રાફિક પોલસની હાજરી હોવી જોઇએ. ચાલુ વાહને મોબાઇલ પર વાત બંધ થવી જોઇએ અને ટ્રાફિક પોલીસની સંખ્યામાં વધારો થવો જોઇએ. આડેધડ પાર્ક કરાતાં વાહનો પર નજર રહેવી જોઇએ.
પાલનપુર- અશ્વિન ન. કારીઆ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

એ કારસેવકોને પણ ન ભૂલવા જોઈએ
ભારતમાં આજે આર્ય સંસ્કૃતિનું એક મજબૂત પા સુ પ્રદર્શિત થયું છે 22 તારીખે 2024 જાન્યુઆરી એ પ્રભુ શ્રીરામ લલ્લાની બાળમૂર્તિ સ્થાપિત થઈ આર્ય સંસ્કૃતિની ભારતની સંસ્કૃતિની છાપ હતી તે આપણે જોઈ રહ્યા છે રામ લલ્લા ૫૦૦ વર્ષથી ટેન્ટમાં હતાં. આપણે ખૂબ લાંબી લડાઇ લડીઅનેક શહીદો થયા બલિદાન આપ્યા અનેક યુવાનોએ પોતાનું રામ માટે બલિદાન ચઢાવ્યું આપણા દેશમાં આપણા જ મંદિરનો નાશ કરી મસ્જિદ ઉભી કરેલી એના માટે ભારત ખુબ લડ્યા આખરે સત્યની જીત થઈ અને રામ મંદિરની સ્થાપના થઈ મંદિર સરસ બંધાઈ ગયું આજે હવે ધ્યાન નગરી જાણે હિન્દુઓનું વેટિકન કદાચતિરુપતિ બાલાજી કરતાં પણ આવક આવકનું એક સાધન બની રહ્યું છે એક મોટું યાત્રાનું અને અને પર્યટનને વિકસાવતું કેન્દ્ર બની રહ્યું છે. રોજગારી સૌના માટે મહત્વ નું પડે છે.

એટલે વિકાસની કેડી બની રહી છે.  પણ ખાસવાત તો એ છે કે સાબરમતી એક્સપ્રેસ માં 59 કાર સેવકો જેમાં નાના બાળકો પણ હતા યુવાનો પણ હતા અને હતા એ બધાને સાબરમતી એક્સપ્રેસમાં ભુંજી દીધેલા એ ઘટના ની ચર્ચા બહુ કેમ ન થઈ કાર સેવકો હસતા હસતા આવેલા અને મોત એમનેભરખી ગયું રામ વિરોધી રામ મંદિર વિરોધીઓએ એ બધા કાર સેવકોને જીવતા ડબ્બામાં આગથી સળગાવી દીધેલા. એ વાતનો ખાસ ઉલ્લેખ કરાયો નથી, કેવું હશે એ ત્યારનું દ્રશ્ય ! આપણે સૌએ એ દ્રશ્ય પણ મનમાં યાદ રાખવું જોઈએ અને એ બલિદાન રામ મંદિર સાથે જોડાયેલું છે એ ધ્યાન રાખવું જોઈએ.
સુરત     – જયા રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top