સુરત શહેર જે સ્વચ્છતામાં સમગ્ર દેશમાં બીજો ક્રમ પ્રાપ્ત કરે છે તેમાં સામાન્ય જનતાનું એવું સ્પષ્ટ માનવું છે કે શહેરના અમુક વિસ્તારોને સદંતર અવગણવામાં આવતા હોય છે. આવો જ એક વિસ્તાર એટલે રામનગરના મસાલ સર્કલથી બોટનિકલ ગાર્ડન તરફ જતો વોક-વે રોડ.શહેરના અન્ય વિસ્તારમાં આવેલા વોક વે ની હાલત અને રામનગર ખાતે આવેલા આ વોક વે ની હાલત જોતાં તેમાં જમીન-આસમાનનો તફાવત જોવા મળે છે. આ વોક વે માં નથી તો વૃક્ષોને નિયમિત પાણી અપાતું કે નથી સફાઈ થતી.તેમ જ અંદર મૂકવામાં આવેલા બાંકડા, કચરા પેટી,દરવાજા અને લોખંડની ગ્રીલ પણ તૂટી ગઈ છે.તેમજ ઘણી વાર લાઈટો બંધ હોવાથી અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની જાય છે. સાથે જ આ રોડ ઉપર સાંજના સમયે શાકભાજીની લારીવાળાનો પણ જમાવડો થાય છે. જેનાથી ટ્રાફિકની પણ ખૂબ જ સમસ્યા રહે છે.રાત્રે સફાઈ પણ આ રોડ ઉપર કરવામાં આવતી નથી. પ્રજાના સેવકોને નમ્ર વિનંતી છે કે અન્ય વિસ્તારોની જેમ આપણા વિસ્તારમાં પણ જાહેર સંપત્તિની સ્વચ્છતાની જાળવણી કરવામાં આવે. આશા રાખું છું કે આ સમસ્યાનું નિરાકરણ જલ્દી આવશે.
સુરત – કિશોર પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સામાન્ય પ્રજાની સમસ્યા
By
Posted on