વડોદરા: શહેરમાં હજી પણ કચરા પ્લાસ્ટિક તથા એઠવાડ ની સમસ્યા એવી ની એવી છે પરંતુ અનેક વિસ્તારો મા સ્થાનિક તંત્ર તથા કાઉન્સિલર દ્વારા આજ સુધી કોઈ પગલા ભરવા મા આવ્યા નથી. વડોદરા શહેર માં ઘણા વિસ્તારો માં ગંદકી તથા ખરાબ કચરા નું નિરાકરણ હજી સુધી આવ્યું નથી અને ગંદકી એઠવાડ અને ખરાબ પ્લાસ્ટિક ની સમસ્યા નાં લીધે બીમારીનું પ્રમાણ વધી ગયુ છે તથા ખરાબ ગંદવાડ નાં કચરા નાં લીધે પ્રાણીઓ માં પણ આ ગંદકી ના કારણે બીમારીઓ વધી જતી હોય છે પણ આ નું આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી
વડોદરા શહેર માં અવાર નવાર ગંદકી નું સામ્રાજ્ય ઉભું થાય છે અને એની હાલાકી સ્થાનિકો ને ભોગવવી પડે છે. શહેરમાં કિશન વાડી વિસ્તાર આવેલ એલાઈજી મકાનો પાસે અવાર નવાર ગંદકી તથા ખરાબ કચરા ની સમસ્યા ઊભી થાય છે પણ સ્થાનિક તંત્ર દ્વારા એનું નિરાકરણ આવ્યું નથી અને એના લીધેજ આવા સ્લમ વિસ્તારો માં બીમારીના ઘર ઊભા થાય છે પણ જાડી ચામડીના તંત્ર નાં અધિકારીઓ ની આંખ ઉઘડતી નથી અને એમના લીધે સ્લમ વિસ્તાર નાં નાગરિકો ને ખરાબ હલકી તથા બીમારી ની સમસ્યા નો ખરાબ અનુભવ કરવો પડતો હોય છે.