Charchapatra

ભારતનો પ્રધાન મંત્રી રિટાયર ન થવો જોઇએ

દેશનો વડા પ્રધાન રિટાયર ન જ થવો જોઇએ કારણ તેમણે જે યોજનાઓ ઘડી કાઢી છે તેનું ફળ હિતાવહ છે અને દેશને પૂરક બન્યું છે. અનેક યોજનાઓ દેશ માટે સર્વોત્તમ છે પણ તેમાં જનતાનો અને એમના સાથીઓનો સંપૂર્ણ સાથ, સહકાર અને સમર્થન આવશ્યક છે. લગભગ સંપૂર્ણ વિશ્વમાં ભારતનું નામ પ્રકાશિત થઇ રહ્યું છે. એમણે કરેલી યોજનાઓનો પ્રારંભ થયો છે, ગતિમાન છે, તે યોજનાઓને પૂર્ણત્વ લાવા માટ઼ે આજના વડા પ્રધાનની જ જરૂર છે.

અધવચ્ચે જ તેમના નિવૃત્તિની વાતો એમના કાર્યમાં ખલેલ જેવુ છે. ત્યારે આજના વડા પ્રધાનને રિટાયરમેન્ટ અંધકારથી બચાવી લેવાનું આપણુ કર્તવ્ય છે. 75 વર્ષ એમના નિવૃત્તિનું કારણ નહીં ગણી શકાય. આજે પણ તેઓ યુવાનની જેમ શક્તિશાળી વિચારક છે. જ્ઞાની દેશ સેવક કર્મયોગી અને ભારતમાતાના સંતાન છે. એમને વાવેલા વૃક્ષોનું ફળ એમને ચાખવા દો.
સુરત     – બાળકૃષ્ણ વડનેરે– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top