અમદાવાદની ઐતિહાસિક ઈમારતોને ધ્યાનમાં લઈ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું, તે પ્રમાણે સુરત શહેરમાં ઐતિહાસિક ઈમારતો જેવી કે ડચ સિમેન્ટ્રી, એન્ડ્રુઝ લાયબ્રેરી, સોરાબજી કોલેજ, ગોપીતળાવ, વગેરે અનેક ઐતિહાસિક સ્થળોને ધ્યાનમાં લઈ હેરિટેજ સિટી જાહેર કરવું જોઈએ. જેથી પ્રવાસન પ્રવૃતિ ને વેગ મળે. દેશ, વિદેશનાં સેહલાણીઓ સુરતની મુલાકાત લે તો સ્થાનિક લોકોને રોજગાર મળે , ડાયમંડ સિટી, ટેક્સટાઈલ નગરીની સુવાસ દેશ, વિદેશમાં પ્રસરે “સુરતનું જમણ અને કાશીનું મરણ” કહેવત વિશ્વમાં પ્રચલિત છે.
શહેરનો વિકાસ જરૂરી, પરંતુ શહેરની ઓળખ જળવાઈ રહે તે માટે વિકાસ ભલે થાય પણ ઐતિહાસિક અસ્મિતાનો વિનાશ ન થાય તેનું ઘ્યાન રાખવું જોઈએ. સરકાર દ્વારા પુરાતત્વ વિભાગના માધ્યમથી ઐતિહાસિક ઈમારતો, સ્થળની વિગતો એકત્રિત કરી તેની જાળવણી કરાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવે તો સુરતની શાન જળવાઈ રહેશે એમાં બે મત નથી.
સુરત – ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.