National

બાળકો માટેની કોરોના રસીની કિંમત જાહેર થઈ, એક ડોઝના આટલા રૂપિયા ચૂકવવા પડશે

દેશમાં 12થી 18 વર્ષની ઉંમરના બાળકો (Child) માટે વેક્સીનને (Vaccine) મંજૂરી આપી દેવાયા બાદ હવે તેની કિંમત (Price) પણ જાહેર કરી દેવામાં આવી છે. ટુંક સમયમાં 18 વર્ષથી નીચેની વયના બાળકોને પણ વેક્સીન મળતી થઇ જશે. ઝાયડસ કેડિલા (Zydus Kedila) દ્વારા કિંમત નક્કી કરી દેવાઈ છે. ZyCoV-Dના એક ડોઝ માટે રૂપિયા 265 ચૂકવવા પડશે. સરકાર દ્વારા અમદાવાદ ખાતે આવેલી ઝાયડસ કેડિલાની ત્રણ ડોઝ વાળી કોવિડ વેક્સિન ZyCoV-Dના એક કરોડ ડોઝનો ઓર્ડર આપી દીધો હોવાની માહિતી મળી છે. જોકે, સરકાર દ્વારા બાળકો માટેની આ રસી ફ્રી માં આપવામાં આવશે કે નહીં તે અંગે હજુ તંત્ર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ગુજરાતની (Gujarat) ઝાયડસ કેડિલાની 3 ડોઝ વાળી વેક્સીન ZyCoV-Dને આ મહિને રાષ્ટ્રીય એન્ટી કોરોના વાયરસ રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરી દેવામાં આવશે, જેને કારણે ભારતમાં હવે બાળકોને પણ ટુંક સમયમાં વેક્સીન મળશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશમાં વિકસિત થયેલી દુનિયાની પહેલી ડીએનએ આધારિત કોવિડ વેક્સીનની શરૂઆત માટે પ્રારંભિક કાર્યને મંજૂરી આપી દીધી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે રસીકરણ અભિયાન હેઠળ શરૂઆતમાં વેક્સીન પુખ્ત વયના લોકોને આપવામાં આવશે.

ZyCoV-D એ ભારતના ડ્રગ રેગ્યૂલેટર દ્રારા 12 વર્ષ અને તેનાથી ઉપરની ઉંમરના લોકો માટે અધિકૃત થયેલી પહેલી વેક્સીન છે. કેન્દ્ર સરકારે ZyCoV-Dના 1 કરોડ ડોઝ માટે ઝાયડસ કેડિલાને ઓર્ડર આપી દીધો છે. એક ડોઝની કિંમત 358 રૂપિયા છે, જેમાં ટેક્સનો સમાવેશ નથી. આ કિંમતમાં એક ડિસ્પોસેબલ જેટ એપ્લીકેટરની કિંમત પણ સામેલ છે, જેની મદદથી આ રસી મુકવામાં આવે છે. મર્યાદિત ઉત્પાદનને કારણે શરૂઆતમાં આ રસી પુખ્ત વયની ઉંમરના લોકોને આપવામાં આવશે. ઝાયડસ કેડિલાના અધિકારીઓએ સરકારને કહ્યું છે કે કંપની દર મહિને ZyCoV-Dના એક કરોડ ડોઝ ઉપલબ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે.

આ રસી આપવા માટે ફ્રન્ટ લાઇન વર્કર્સ અને રસી મુકનારા લોકોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. કારણ કે આ રસી સોંયથી મુકવામાં આવતી નથી એના માટે જેટ એપ્લીકેટરનો ઉપયોગ થશે. ZyCoV-Dના 3 ડોઝને 28 દિવસના અંતરે આપવામાં આવશે. દરેક ડોઝ બંને હાથ પર આપવામાં આવશે. સેન્ટ્રલ ડ્રગ્સ ઓથોરિટીની સબ્જેક્ટ એક્સ્પર્ટ કમિટી (SEC)એ 12 ઓકટોબરે અમૂક શરતો સાથે 2થી 18 વર્ષની વયના બાળકો અને કિશોરો માટે Covaxinને કટોકટીના ઉપયોગની અધિકૃતતા આપવા ભલામણ કરી હતી.

Most Popular

To Top