Vadodara

શહેરના ચાર દરવાજા અને પાણીગેટવિસ્તારમા પાલિકા દ્વારા દબાણો દુર કરાયા

વડોદરા: પાણીગેટ વિસ્તાર મા ગેરકાયદે દબાણો હટાવવામાં નહીં આવે તો તારીખ 28મી ઓગસ્ટના રોજ ભદ્ર કચેરી પાસે જાહેરમાં આત્મવિલોપન કરીશ તેવી ચીમકી આપતો પત્ર આશાબેન મકવાણા એ મ્યુનિસિપલ કમિશનરને લખ્યો હતો જેથી આજે કોર્પોરેશન નું તંત્ર એક્શનમાં આવી ચાર દરવાજા અને પાણીગેટ ની આસપાસના ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી.વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં માંડવી થી પાણીગેટ ભદ્ર કચેરી થી નાની છીપવાડ સુધીના લારી ગલ્લા અને શેડના હંગામી દબાણો પોલીસ બંદોબસ્ત સાથે રાખીને વોર્ડ નં. 14ના વોર્ડ ઓફિસર સહિત અન્ય અધિકારીઓના નેજા હેઠળ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

માંડવીથી પાણીગેટ વચ્ચે રાહદારીઓ અને વાહન ચાલકોને અડચણરૂપ કેટલાક લારી ગલ્લા અને શેડ જેવા કેટલાક હંગામી દબાણો છેલ્લા કેટલાય વખતથી થયા હતા. આ ઉપરાંત ભદ્ર કચેરી સહિત નાની છિપવાડમાં પણ આવી જ હાલત છે પરિણામે વાહનચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે અને કેટલીક વાર સામાન્ય તકરારો પણ થતી રહે છે.દરમિયાન વારંવાર અરજી કરવા છતાં પાલિકાની દબાણ શાખા એ આવા હંગામી દબાણો બાબતે આખ આડા કાન કર્યા હતા.

આશાબેન મકવાણા નામના મહિલા કાર્યકરે પાલિકા તંત્રને એવી ચીમકી આપી હતી કે આ તમામ હંગામી દબાણો તાત્કાલિક ધોરણે દૂર નહીં થાય તો આગામી તારીખ 28મી ઓગસ્ટે પોતે જાહેરમાં આત્મવિલોપન કરશે.જેથી કોઈ અઘટિત બનાવ બને એ અગાઉ જ એક્શનમાં આવેલા પાલિકા તંત્રની દબાણ શાખા ની ટીમે વોર્ડ નં. 14ના વોર્ડ ઓફિસરે પોલીસ સ્ટાફને સાથે રાખીને પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમે વોર્ડ 14 ના અધિકારીઓ અને સ્ટાફ સાથે મળીને વિસ્તારના આઠ જેટલા કાચા શેડ સહિત 10 થી 12 લારી ગલ્લાના ગેરકાયદે દબાણો દૂર કરીને એક ટ્રક ભરી ને સામાન જપ્ત કર્યો હતો.

મંગળબજાર, સાયકલ બજાર અને કડકબજારના દબાણો પર પાલિકાનુ નિયત્રંણ નથી
શહેરના ચાર દરવાજા અને મંગળ બજાર, સાયકલ બજાર, તેમજ કડક બજાર ના દબાણો માથાના દુખવા સમાન છે. મંગળ બજાર બજાર ના દબાણો હટાવ્યા બાદ જૈ સે થે થઇ જતા હોય છે. પાણીગેટ ના દબાણો હટાવ્યા બાદ રાતે ફરી એની એજ સ્થિતિ જોવા મળે છે. ખરેખર આ દબાણો સાંજ ના સમયે હટાવવાની જરૂર હતી. તેવીજ રીતે સાયકલ બજાર ના દબાણો પણ હટાવ્યા પછી આજે પણ દબાણની વણઝાર જોવા મળે છે. આ વડોદરા મહાનગર પાલિકા નુ દબાણ પર નિયત્રંણ નથી. માત્ર દેખાવ પૂરતા દબાણો હટાવાય છે.

Most Popular

To Top