વડોદરા: શહેરમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડે છે થોડી ક્ષણો માટે થોડી ક્ષણો બાદ વરસાદ બંધ પણ થઈ જાય છે .હવામાન વિભાગે વરસાદની આગાહી કરી.થોડી ક્ષણો માટે રસ્તા ભીના કરીને પાછા બંધ થઈ જાય છે. ધીમી ગતિએ વરસાદ પડતાં શહેરમાં ઠંડક પ્રસરતા નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા નાગરિકો હેરાન પરેશાન થઇ ગયા હતા .
શહેરમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.શહેરમાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડે છે અને ત્યારબાદ થોડી ક્ષણો બાદ વરસાદ બંધ થઈ જાય છે.હવામાન વિભાગે આગામી વરસાદની આગાહી કરી છે ત્યારે શહેરમાં મેઘરાજા વર્ષે છે અને રસ્તા ભીના કરી બંધ થઇ જાય છે. શહેરમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદ પડતાં જ ઠંડક પ્રસરી હતી. મહા નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
શહેરના સયાજીગંજ ,નિઝામપુરા ,ગોરવા ફતેપુરા ,માંડવી ,રાવપુરા ,દાંડિયા બજાર , આજવા રોડ, વાઘોડિયા રોડ સહિત વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નાગરિકો હેરાન પરેશાન થઇ ગયા હતા. થોડાક જ વરસાદમાં પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા જોવા મળે છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાડાપણ પડી ગયા હતા ખાડાના કારણે વાહનચાલકોને ખૂબ તકલીફ પડી રહી હતી. મહાનગરપાલિકાએ છે રોડ નો કોન્ટ્રાક્ટ આપ્યો હતો તે રોડનો ભ્રષ્ટાચાર પણ સામે આવ્યો છે. દ્વારા રોડમાં હલકી પ્રકારની કામગીરી કરવામાં આવી છે.