Madhya Gujarat

આણંદમાં મોટેથી ડીજે વગાડતા પાર્ટી પ્લોટના વીજ કનેકશન કપાશે

આણંદ : આણંદ જિલ્લામાં અવાજ પ્રદુષણ ફેલાવતા માઇક, લાઉડ સ્પીકર અને ડીજે સીસ્ટમ પર તંત્ર દ્વારા પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શખસ પાર્ટી પ્લોટ કે ફાર્મ હાઉસના તાત્કાલિક વિજ કનેકશન કાપી નાંખવા સુધીના આદેશ પણ આપી દેવામાં આવ્યાં છે. કોર્ટના ચુકાદાના નિર્દેશ તથા ધી નોઈઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સના એન્વાયરમેન્ટ પ્રોટેકશનની જોગવાઈઓ મુજબ ડી.જે. (ડીસ્ક જોકી) સીસ્ટમ વગાડવા માટે પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. જે અનવયે આણંદ જિલ્લામાં માઈક, લાઉડ સ્પીકર તથા ડી.જે. સીસ્ટમના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે. આ જાહે૨નામાનો ભંગ કરનારને પાર્ટી પ્લોટ કે ખાનગી ફાર્મનું વીજ કનેકશન સજારુપે તાત્કાલિક ધોરણે કાપવામાં આવશે.

આણંદ જિલ્લામાં ધ્વનિ પ્રદુષણને અંકુશમાં લેવા તેમજ જિલ્લામાં કોઈ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર શાંતિ સલામતી તથા કાયદા પ્રત્યે માન જળવાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ ૨હે તે હેતુથી આણંદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતકી વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ કેટલાક કૃત્યો ક૨વા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જે અન્વયે સરકારી કચેરીઓ, હોસ્પિટલો,  શૈક્ષણિક સંસ્થા, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના 100 મીટ૨ના ઘેરાવાના વિસ્તા૨ને શાંત વિસ્તાર તરીકે ગણવામાં આવતા હોઈ શાંત વિસ્તારની આજુબાજુમાં માઈક, લાઉડસ્પીકર તથા ડી.જે. (ડીસ્ક જોકી) સીસ્ટમનો ઉપયોગ કરવા, એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમી લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો, ગાયનોનો માઈક, લાઉડસ્પીકર તથા ડી.જે. (ડીસ્ક જોકી) સીસ્ટમમાં ઉપયોગ કરવા, રસ્તાની ડાબી બાજુ ચાલવા, ટ્રાફિકને અડચણ ન થાય તથા ટ્રાફિકના તમામ નિયમો , કાયદાઓનો અમલ ક૨વા તેમજ નાચગાન , ગરબા જાહે૨માર્ગમાં રોકાઈને ક૨વા ૫૨, ઉ૫૨ જણાવેલ તમામ પ્રાવધાનો અને જોગવાઈઓનો ઉલ્લંઘન કરતા હોય તે વગાડવા ૫૨ કાયમને માટે પ્રતિબંધ ફરમાવેલ છે.

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે, કોર્ટના માર્ગદર્શન સુચનાઓ તેમજ આદેશાનુસાર સંબંધિત પાર્ટી પ્લોટ, જાહેર સંસ્થા ખાનગી માલિકીના ફાર્મના આયોજકો, કબ્જેદારોએ સદરનું જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ થયેથી સંબંધિત પાર્ટી પ્લોટ, જાહેર સંસ્થા કે ખાનગી માલિકીના ફાર્મના આયોજકો, કબ્જેદારો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ અન્વયે વપરાતી સાઉન્ડ સીસ્ટમ સબંધિત પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અધિકારી જપ્ત કરીને તેના ઓપરેટર સહિત સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ સમક્ષ ૨જુ ક૨વામાં આવશે. સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટના આદેશ સિવાય આવી જપ્ત થયેલી તમામ સાઉન્ડ સીસ્ટમ કે વ૫રાશમાં લેવામાં આવેલા જનરેટર છુટા કરવામાં આવશે નહીં.

સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા આ બાબતે જાહે૨ ત્રાસદાયક ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ-133 અન્વયે કાર્યવાહી ક૨વામાં આવશે આ જાહેરનામું તાત્કાલિક અસરથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે, તેમજ આ જાહે૨નામાનો ભંગ કરનાર ઈસમ સામે કાયદાકીય કાર્યવાહી ક૨વામાં આવશે. આ હુકમથી આણંદ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવના૨ પોલીસ અધિકારી કે કર્મચારીઓને ફરિયાદ દાખલ ક૨વા અધિકૃત ક૨વામાં આવ્યા છે.આ જાહે૨નામાનો ભંગ કરનાર પાર્ટી પ્લોટ કે ખાનગી ફાર્મનું વીજ કનેકશન તાત્કાલિક દુર કરવા માટે મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડને જાણ કરી વીજ કનેક્શન કાપવામાં આવશે.

Most Popular

To Top