Business

દોઢસો વર્ષનું છે ઝાંપાનું કુંભારવાડ, અહીંની 100થી વધુ માટીની વેરાયટીનું આકર્ષણ

મોડર્ન જમાનામાં ફ્રિજની સગવડ હોવા છતા ઘરોમાં માટલામાં પાણી પીવાનો તથા માટીના વાસણ વાપરવાનો ક્રેઝ જોવા મળે છે. તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ માટીની વસ્તુઓ માટે ફેમસ સુરત સિટીમાં 9 જેટલા કુંભરવાડ છે જેમાં ગલેમંડી, રુદરપુરા, ઝાંપા બજાર કુંભરવાડનો સમાવેશ થાય છે. ઝાંપા બજારનું કુંભારવાડ લગભગ 150 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. પહેલા કુંભરવાડમાં માટલાઓનો વેપાર સીમિત હતો પણ હવે માટીની 100થી વધુ વસ્તુઓ બનતી હોવાથી આ કુંભારવાડના બિઝનેસનો વ્યાપ વધતો જ જાય છે. ઝાંપા બજારના કુંભારવાડમાં તમે પહોંચશો તો ત્યાં કલરફૂલ ચિત્રથી સજાવેલા ધ્યાનાકર્ષક માટલા પર નજર પડ્યા વગર નહીં રહે. અહીં ગરબી અને લગ્નની માટલીઓ સરસ રીતે શણગારેલી જોવા મળશે. ઝાંપા બજારનું કુંભરવાડ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું. અહીંના કુંભારી કામ કરતા મુસ્લિમ પરિવારો સુરતમાં અહીંયા ક્યાંથી આવ્યા. પહેલા લારી પર માટલા વેચવા આ પરિવારો જતા હવે લોકો સામેથી તેમને ત્યાં માટીથી બનાવેલા ડેકોરેટિવ પીસ અને ઘડા લેવા કેમ આવે છે, અમુક પરિવારોએ આ બિઝનેસ કેમ બદલ્યો ? તેના વિશે ચાલો જાણીએ…

પહેલાંના વર્ષો કરતા હવે ડિમાન્ડ વધી, હવે 100થી વધુ વેરાયટી
પહેલા સાદા નળ વગરના માટલા, ફૂલઝાડ માટેના કુંડા અને કોડિયાની ડિમાન્ડ રહેતી. જોકે, હવે તો મટકા, કુંડા, તંદુર જેમાં રોટી શેકાય છે તે, શો પીસ ફાઉન્ટેન, લાલટેન, તાવડી, હેંગીંગ લાલટેન, ઝૂમ્મર, નવરાત્રીની ગરબી, ગરમીની સીઝનમાં માટલા, જન્માષ્ટમી પર મટકી, દિવાળી પર કોડિયા, લગ્નપ્રસંગ માટે ગણેશ માટલીની ડિમાન્ડ હોય છે. રરેસ્ટોરન્ટ વાળા હાંડી, દમ બિરયાની માટે કાળા માટલા, રોટી શેકવા તંદુરની ડિમાન્ડ કરે છે. 100 વર્ષની આયુ ધરાવતા જૈબુનબેને જણાવ્યું કે પહેલા અમે જાતે માટલા બનાવતા. ત્યારે તો સુરતમાં ઘરે ઘરેથી માટી મળી જતી. એ સમયે માટીના સાદા માટલા, કોડિયા, કુંડાનું જ માર્કેટ રહેતું.

લગ્ન સહિતના પ્રસંગોમાં માટી કામના લાઈવ શો કરવા બોલાવે
ફિરોઝભાઈ માટલીવાળાએ જણાવ્યું કે, લગ્નનું ફંક્શન હોય કે બીજા કોઈ મેળા હોય ત્યારે પાર્ટી દ્વારા માટલા બનાવવા અને અન્ય માટીના શો પીસ લાઈવ બનાવવા માટે અમને બોલાવે છે. ત્યાં લોકો જસ્ટ મનોરંજન મળી રહે તે માટે માટી કામ શીખવા પણ બેસતા હોય છે. ડેકોરેટિવ માટલીનો ટ્રેન્ડ છેલ્લાં 10 વર્ષથી છે. હવે અમે માટલીઓ જાતે નથી બનાવતા પણ તેને મિરર, ટીક્કી, સ્ટોન લગાવી માટલીને ડેકોરેટિવ બનાવીએ.
150 વર્ષ પહેલાં આ રીતે ઝાંપા બજારનું કુંભારવાડ અસ્તિત્વમાં આવ્યું
હાફિઝભાઈ માટલાવાળા દ્વારા જણાવવામાં આવ્યું કે, 150 કરતાં વધુ વર્ષો પહેલા ઝાંપા બજારનું કુંભારવાડ અસ્તિત્વમાં આવ્યું હતું. તેમના વડવાઓ ખંભાતના દરિયા વાટે સુરત કામધંધાની તલાશમાં આવ્યા હતાં ત્યારે તો અહીંની ખુલ્લી જગ્યા તે સમયના નવાબ દ્વારા તેમને ભેંટમાં આપવામાં આવી હતી. બે ફેમિલી જ ત્યારે આવી હતી તેમાંથી આ કુંભરવાડ મોટું થયું. પહેલાં અહીં ચાકડા પણ ચાલતા અને ભઠ્ઠીમાં માટલા પકવતા હતાં પણ હવે ભઠ્ઠી પર બેન લાગ્યો હોવાથી માટલા અહીં નથી બનતા પણ બહારથી માલ મંગાવી સુરતીઓની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે.
આ ધંધામાં રિસ્ક ફેક્ટર વધ્યું, કેટલાકે ધંધો બદલ્યો
કુંભરવાડના કેટલાંક લોકોનુ કહેવું હતું કે હવે માલ બહારથી લાવીએ તો પેમેન્ટ ત્યારે જ કરી દેવાનું હોય પછી માલ સુરત ટ્રાન્સપોર્ટમાં આવે તો તેમાં નુકસાનની જવાબદારી આ વિક્રેતાઓની રહે છે એટલે રિસ્ક ફેક્ટર હવે વધ્યું છે. હવે તેમના બાળકો પણ ઊંચ શિક્ષણ મેળવી રહ્યાં છે. આ ધંધામાંથી મળતા પૈસામાંથી જ બાળકોને ભણાવી ઉચ્ચ પોસ્ટ પર બાળકો જાય તેવી ખેવના રાખે છે. અહીં 10થી 15 ઘર છે જેમાંના કેટલાંક ફાસ્ટ ફૂડના કેટલાંક હાર્ડવેરના તો કેટલાંક ટ્રાવેલના બિઝનેસ તરફ વળ્યા છે.

Most Popular

To Top