Gujarat

મેડિકલ કોલેજોમાં અધ્યાપકોની ૪૫ થી ૫૫ ટકા જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીમાં (GMERS) મોટા પાયે ગેરરિતી, ખરીદીમાં ભ્રષ્ટાચાર, બાંધકામમાં ભ્રષ્ટાચાર, નિમણૂકમાં ભ્રષ્ટાચાર, ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીમાં (GMERS) સંલગ્ન તમામ મેડિકલ કોલેજોમાં નાણાંકીય ગેરરિતી અંગે સત્વરે કેગ દ્વારા ઓડિટ કરવા કોંગ્રેસ દ્વારા માગણી કરવામાં આવી છે.

પ્રદેશ કોગ્રેસના મુખ્યપ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજોમાં અધ્યાપકો અને અન્ય કર્મચારીઓ નિમણૂકમાં રાજ્ય સરકારનું બેજવાબદાર નીતિથી મેડિકલ કોલેજોમાં અધ્યાપકોની ૪૫ થી ૫૫ ટકા જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. મેડિકલ કોલેજોમાં સ્ટાફની અછત થી તબીબી શિક્ષણ અને સંલગ્ન સિવિલ હોસ્પિટલોમાં તબીબી સારવાર પર ગંભીર અસર પડી રહી છે.

Most Popular

To Top