Charchapatra

ટપાલતંત્ર જાગ્યું

આપણાં ગુજરાતમિત્ર અંગે જેટલું લખીએ ઓછું છે. મિત્રનું તટસ્થતા પૂર્ણ પત્રકારીત્વ તેની વિધવિધ કોલમો તો દરેક બાબતે માહિતી સભર વળી મિત્રની પૂર્તિઓનું તો શું કેહવી અને ‘‘ચર્ચાપત્ર’’ કોલમ તો મિત્રનું શિરે છાજતું મોરપીંછ જ બની રહે છે, ચર્ચાપત્રોમાં અનેક વિષયો પર વાદ સંવાદ થતાં રહે છે. પરીણામે વિધ વિધ વિષયો પણ જાણકારી મળતી રહે છે. વળી કેટલીક વખત જાહેર-ખાનગી સેવાની ઉણપો દર્શાવાતા તેને ધ્યાને લઈ જે તે સંસ્થાઓ ઉણપ દુર પણ કરે છે એવા કિસ્સાઓ અનેક વખત સાંભળયા હતા તેનો આ લખનારને જાત અનુભવ તાજેતરમાં થયો. હમણાં પ્રગટ થયેલ પત્ર  નવસારી ખાડે ગયેલ ટપાલ સેવાની નોંધ લઈ નવસારી ટપાલ સેવાની નોંધ લઈ નવસારી ટપાલ સેવાએ છેલ્લાં એક વર્ષથી નહીં મુકાતી ટપાલ પેટી તુરંત તેજ દિવસે આવી મૂકી ગયા આ છે. ‘‘ગુજરાતમિત્ર’’ અને તેના ‘‘ચર્ચાપત્ર’’ વિભાગની અસરકારકતા મિત્રને દરરોજ ચર્ચાપત્ર કોલમ માટે ધન્યવાદ અને સાથે સાથે દેર આયે દુરસ્ત આયે, ગુજરાતમિત્રની રજુઆત નોંધ લઈ ત્વરીત ટપાલ પેટી મૂકવા માટે ટપાલ સેવાને પણ ધન્યવાદ. આ છે સદાય આપણાં મિત્રનું ઉત્તરદાયત્વ નિભાવતા ગુજરાતમિત્રની વિશેષતા
નવસારી – ગુણવંત જોષી આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top