Charchapatra

પોસ્ટ વિભાગનો વ્યવહાર વિવાદી લાગે છે

પોસ્ટ ખાતામાં સરકાર તરફથી નાની બચત યોજના તેમજ વિવિધ અન્ય બચત યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકારનો આ પોસ્ટલ બેંક ચલાવવાનો હેતુ બચતકારોને સારી બચત યોજનાઓનો લાભ સરળતાથી મળે અને તે માટે વારંવાર વ્યવહારીક ઉપાયો સૂચવવામાં આવે છે તે માટે પ્રથા રાખવામાં આવી છે. અગાઉ બધી જ લેવડદેવડ સગવડ સરળતાથી ચાલતી હતી પરંતુ કેટલાક સમયથી ખાસ કરીને નવસારી એચ.ઓ. હેઠળની પોસ્ટ ઓફિસમાં બચત કરો સાથે બરાબર વ્યવહાર થતો નથી. પાકતી મુદતના સર્ટીફિકેટ, બુક એજન્ટો દ્વારા રજૂ કરવામાં આવે અને આથી રકમ ખાતામાં જમા કરવાની હોય તો પણ જે તે ખાતાધારકને વારંવાર રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવે છે. પોસ્ટ ખાતાના અધિકારીના હઠાગ્રહને કારણે સિનિયર સીટીજન હાજર થાય તોય યેનકેન પ્રકારે કામગીરી ટાળવાના પ્રયત્નો કરવામાં આવે છે. સિનિયર સીટીઝન હાજર થાય તોય તુરંત પ્રતિભાવ આપવામાં આવતો નથી. સરકારશ્રી આગ્રહ રાખે છે કે સિનિયર સિટીજનને બિનજરૂરી હેરાન કરવા નહીં.

પૈસા જમા કરવા માટે કાગળ દ્વારા જ કામગીરી કરવાની હોય છે એ માટે જરૂરી કાગળો હોવા જોઈએ જે રજૂ કરતાં જે તે ધારકના ખાતામાં પૈસા જમા કરી શકાય છે. ચેક દ્વારા નાણાં જમા કરવામાં કોઈ મુશ્કેલી ન હોય શકે. પોસ્ટમાં સરળતાથી અને ઝડપથી વ્યવહાર થવો જોઈએ. એજન્ટો ઘણું કામ લાવેલા હોય છે ત્યારે જેઓ પોતે પોતાનું કામ કરાવવા માંગતા હોય ત્યારે તે વ્યકિતને ઘણું રોકાવું પડે છે અને એનો સમય ઘણો બગડે છે. તેઓની અલગ લાઈન હોવી જોઈએ. બીજી અગત્યની બાબત એ છે કે સિનિયર સિટીઝન માટે અલગ કતાર (લાઈન) ની વ્યવસ્થા થવી જોઈએ જેથી તેને વધુ રોકાણ થાય નહીં. બચતકારો પોસ્ટમાં નાણાં રોકવા આકર્ષાય તેવો વ્યવહાર હોય એ જરૂરી છે.
નવસારી – મહેશ નાયક- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top