World

ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઘટશે આબાદી, સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

લંડન: વિશ્વની ઘટતી વસ્તી (Declining population) ભવિષ્યમાં એક મોટી સમસ્યા બનશે. એક નવું સંશોધનમાં (Research) આ ચેતવણી આપવામાં આવી છે કે, આ સદીના અંત સુધીમાં વિશ્વના લગભગ દરેક દેશમાં પ્રજનન દર ઘણો ઘટી જશે. જે વિશ્વની વસ્તી જાળવી રાખવા માટે ખૂબ નીચો થઈ જશે. જેનો અર્થ એ થયો કે સમગ્ર વિશ્વમાં (world) ઓછા બાળકોના જન્મને કારણે વસ્તી ઝડપથી ઘટવા લાગશે. તેમજ અનેક પ્રકારના પડકારો ઉભા થશે. આ સંશોધન ધ લેન્સેટ જર્નલમાં (The Lancet Journal) પ્રકાશિત થયું હતું.

યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનની ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન (IHME) દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 2100માં માત્ર સોમાલિયા, ટોંગા, નાઇજર, ચાડ, સમોઆ અને તાજિકિસ્તાન જ તેમની વસ્તી જાળવી શકશે. IHME ના મુખ્ય સંશોધન વૈજ્ઞાનિક નતાલિયા ભટ્ટાચારજી કહ્યુ હતું કે વસ્તીમાં ઘટાડાની અસરો ખૂબ જ મોટી છે. તેની સીધી અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ભવિષ્યમાં સત્તાના આંતરરાષ્ટ્રીય સંતુલન પર પડશે અને તેના માટે સમાજને પુનઃસંગઠિત કરવાની જરૂર પડશે.

સમૃદ્ધ અને ગરીબ બંને દેશો પડકારોનો સામનો કરશે
સંશોધનના લેખકોએ જણાવ્યું હતું કે વસ્તી વિષયક ફેરફારો “બેબી બૂમ” અને “બેબી બસ્ટ” વિભાજન તરફ દોરી જશે. હાલ સમૃદ્ધ દેશો પણ આર્થિક વૃદ્ધિ જાળવી રાખવા માટે સંઘર્ષ કરે છે. તેમજ ગરીબ દેશો તેમની વધતી જતી વસ્તીને નિયતંત્રીત આપવાના પડકારનો સામનો કરે છે.

જેનો અર્થ એ છે કે સમૃદ્ધ અને ગરીબ બંને દેશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. IHME પ્રોફેસર ઓસ્ટિન ઇ શુમાકરે જણાવ્યું હતું કે સૌથી વધુ પ્રજનન દર ધરાવતા સબ-સહારન આફ્રિકાના દેશો માટે એક મોટો પડકાર વધતી વસ્તી વૃદ્ધિ અથવા માનવતાવાદી કટોકટી સાથે સંકળાયેલા જોખમોને રોકવાનો રહેશે.

સબ-સહારા આફ્રિકા વિશે શુમાકરે જણાવ્યું હતું કે આબોહવા પરિવર્તનની અસરોને ઘટાડવા, આરોગ્ય સંભાળ માળખામાં સુધારો કરવા અને બાળ મૃત્યુદર ઘટાડવા તેમજ અત્યંત ગરીબીને દૂર કરવા અને મહિલાઓની પ્રજનન ક્ષમતા વધારવા માટે જન્મ દરમાં ધરખમ ફેરફારો જરૂરી છે. તેમજ આ સંશોધન પ્રાથમિકતાની જરૂરિયાત પર ભાર મૂકે છે. સંશોધનના તારણો 1950 અને 2021 વચ્ચેના સર્વેક્ષણો, વસ્તી ગણતરીના ડેટા અને માહિતીના અન્ય સ્ત્રોતો પર આધારિત છે.

Most Popular

To Top