અમેરિકામાં રીવર સાઈડ, લોસ એન્જલસ નજીક આવેલ શહેરમાં કુલ માણસોની વસ્તીની ગણતરીની સરખામણીમાં કુતરાની સંખ્યા ૫૦% છે. જ્યારે ૧૮ વર્ષના બાળકોની સંખ્યા ૪૦% છે. સાનફ્રાન્સિસ્કોમાં કૂતરાની વસ્તી ૨૨% બાળકોની વસ્તી ૧૭% છે. જાપાનમાં ૨૦ મિલિયન કુતરા છે. જ્યારે ૪ વર્ષ સુધીની આયુ ધરાવતા બાળકોની વસ્તી માત્ર પાંચ મિલિયન જ છે. આ રીતે જ અમેરિકાના હુસ્ટન, ડેનવર, સીએટલ વગેરે શહેરોમાં પણ કુતરાની વસ્તી બાળકો કરતા વધારે છે. હવે ‘ચાઈલ્ડ લેસ પેટ ઓનર’ એટલે કે બાળકો વગરના પરંતુ પાલતુ પ્રાણી ધરાવતા વ્યક્તિ કે કુટુંબની સંખ્યા વધતી જાય છે. કેટલીક જગ્યાએ ‘બેન બેબીઝ’ (બાળકો લાવવા નહીં) ના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. હવેની પેઢીના યુગલો બાળકો લાવવામાં માનતા જ નથી. પરંતુ કૂતરા કે બિલાડીને જ પોતાના સાથીદાર કે બાળકો જેવા ગણે છે. તેઓની સાથે સમય વિતાવે છે, આનંદ અનુભવે છે અને પૈસા પણ ખૂબ ખર્ચે છે.
હવે પ્રાણી અને માલિકના સંબંધ વધતા જાય છે. મા બાપ અને બાળકોના સંબંધ ઘટતા જાય છે. કુટુંબો સંકોચાતા જાય છે. જે ખરેખર ગંભીર અને સંવેદન બાબત કહી શકાય. દુનિયામાં કૂતરાની કુલ વસ્તી ૯૦૦ મિલિયન છે. સૌથી વધારે અમેરિકામાં ૯૦ મિલિયન કુતરા છે . આ ઉપરાંત બ્રાઝિલ , ચીન, રશિયા અને જાપાનમાં પણ કૂતરાની વસ્તી ખૂબ જ છે. અહીં કૂતરાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે. કુતરાઓ માટે આટલી બધી સગવડ અને વૈભવ હોવા છતાં ‘ચાઈલ્ડ લેસ પેટ ઓનર’નો ટ્રેન્ડ ભવિષ્યને માટે ખૂબ જ સમસ્યા ઊભી કરી શકે એમ છે.
અમેરિકા – ડૉ ચંદ્રેશ જરદોશ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.