Charchapatra

જેનરિક દવાની બોલબાલા હવે વધતી જાય છે

એક અંદાજ મુજબ દેશના 35 થી 40 ટકા લોકોએ જેનરિક દવા પ્રેમથી અપનાવી લીધી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં આ દવાનુ ધૂમ વેચાણ થઇ રહ્યું છે. દિન પ્રતિદિન જેનરિક દવાની દુકાનો ખુલતી જાય છે. ધીમે ધીમે ડોકટરો પણ બદલાયેલી પરિસ્થિતિમાં દર્દીને જેનરિક દવાની ભલામણ કરતા થયા છે. કારણ બ્રાન્ડેડ દવા અને જેનરિક દવાના કન્ટેઇનમાં કોઇ ઝાઝો ફરક નથી. તે અસરકારક આ દવા સાબિત થઇ રહી છે. આપણા શહેરમાં બ્રાન્ડેડ દવાવાળાની દુકાનમાં પણ જેનરિક દવા
મળી રહે છે.

સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં જેનરિક દવાના મોંઘા સ્ટોર ખુલી ગયા છે. તમે જાણો છો જે દવા દર મહિને પાંચ હજારની આવતી હતી હવે એ જેનરિક દવાનું બજેટ બે હજારની અંદર થઇ ગયું છે એની સામે મહત્વની વાત એ કે તંદુરસ્તી પર એની કાંઇ વિપરીત અસર થઇ નથી. પૈસા બચતા હોય અને તબિયત સારી રહેતી હોય તો બીજું શું જોઇએ? એ વડાપ્રધાન મોદીના રાજમાં દવાના ક્ષેત્રમાં પણ સફળતા હાંસિલ કરી છે.
સુરત     – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top