SURAT

શંકાસ્પદ ગો માંસ મળી આવતા પોલીસ એ કાર્યવાહી કરી

સુરત ના ભેસ્તાન વિસ્તારમાં આજે વહેલી સવારે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. ભેસ્તાન ત્રણ રસ્તા પાસે શંકાસ્પદ પરિસ્થિતિમાં ગો માંસ લઈ જતો હોવાની આશંકા વચ્ચે એક ત્રણ ચાકાના ટેમ્પોને સ્થાનિકોએ અટકાવ્યો હતો. ઘટનાની જાણ થતા જ ભેસ્તાન પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ટેમ્પોમાં મોટા પ્રમાણમાં માંસ ભરેલું હોવાની સ્શંથાનિકો માં શંકા ફેલાઈ હતી આસપાસના લોકોએ સતર્કતા દાખવી પોલીસને જાણ કરી,જેના આધારે પોલીસે ટેમ્પોને કબ્જે લઈ પ્રાથમિક તપાસ શરૂ કરી. ઘટના સ્થળે થોડીવાર માટે ભીડ પણ એકત્ર થઈ હતી, જેને પોલીસ દ્વારા નિયંત્રિત કરવામાં આવી.પોલીસે ટેમ્પોમાંથી મળેલ માલનો સેમ્પલ લઈ તેની તપાસ માટે ફોરેન્સિક પ્રક્રિયા હાથ ધરી છે. માંસ ખરેખર ગો માંસ છે કે નહીં તે અંગે સ્પષ્ટતા લેબોરેટરી રિપોર્ટ બાદ જ થશે. હાલ પોલીસે ટેમ્પો ચાલક સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી છે અને જરૂરી દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

આ બનાવને લઈ વિસ્તારમાં ચર્ચાનો માહોલ છે, પરંતુ પોલીસ દ્વારા શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વધારાની પોલીસ ફોર્સ પણ તહેનાત કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.હાલમાં સમગ્ર મામલો તપાસ હેઠળ છે અને અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સચોટ હકીકતો સામે આવશે.

Most Popular

To Top