ભારતમાં મુખ્ય ત્રણ ઋતુ જોવા મળે છે જે વિશ્વની ભેટ કહી શકાય. આ ઋતુઓનો મુખ્ય આધાર ચોમાસુ જે ઋતુચક્રમાં ખાસ ઓક્ટોબર અને નવેમ્બરમાં પાછા ફરતા મોસમી પવનથી ભારતનું વાતાવરણ કેવું રહેશે તે જોવા મળે છે. આ ચોમાસાની કામગીરીમાં શાસક પક્ષ કઈ રીતે કામ કરે છે અને લોકસેવા કેવી કરે છે તે સ્પષ્ટ ખ્યાલ આવે છે. મહાનગરપાલિકામાં કોર્પોરેટર પોતાની કોઠાસૂઝથી પોતાના વિસ્તારમાં પાણી ભરાતા હોય ત્યાં શું કરવું તેની જવાબદારી હોય અને તે રજૂઆત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકતા હોય છે. પોતાના જ વિસ્તારમાં પાણીનો નિકાલ ન થાય ત્યારે કોર્પોરેટર પાંચ વર્ષ સુધી શું કરતા હોય એક સળગતો સવાલ છે.
ગુજરાતમાં આઠ મહાનગરપાલિકા જે ચોમાસા દરમિયાન દયનીય હાલતમાં જોવા મળે છે. સુરતમાં તો ઉનાળા અને શિયાળામાં કોર્પોરેટરો જાતજાતના કાર્યક્રમ કરતા જોવા મળે છે. યુવાદિવસ, મહિલાદિવસ આવા અનેક પ્રોગ્રામનાં બેનરો મહાનગરપાલિકામાં લગાવેલા જોવા મળે છે. જેવું ચોમાસુ આવતું હોય એટલે કોર્પોરેટરો જે પોતાના વિસ્તારમાં પાણી ભરાઈ જાય ત્યાં જઈને મગરનું સ્વરૂપ ધારણ કરી પાણીમાં સંતાઈ જાય છે. નાગરિકો તે કોર્પોરેટરોને શોધવા માટે ગલીએ ગલીઓમાં પાણી ભરાવાની તસ્વીર આપીને ફરતા જોવા મળે છે. સ્વચ્છ ભારતમાં, આ સ્વચ્છ ગુજરાત મોડેલ વિશ્વગુરુ એ જ વિશ્વમાં પોતાની આવડત આ રીતે ગુજરાતની મહાનગરપાલિકાઓમાં ઉભી કરી છે જે મીડિયામાં પુર જોશમાં વિડીયો અને રિલ્સમાં જોવા મળે છે. સુરતના નાગરિકો આ પરિસ્થિતિમાં સદભાગી કહેવાય ખરા.?
તાપી – હરીશ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.