Charchapatra

રેલવે સ્ટેશન પર રીક્ષાચાલકોનો ત્રાસ!

હાલમાં જ મારે ઉજજૈનથી રાત્રે બે વાગે ગાડી સુરત રેલવે સ્ટેશન પહોંચી અને જેવો હુ રેલવે સ્ટેશનની બહાર પ્રવેશ કર્યો કે અકલ્પનીય ઘટનાની જેમ 10થી 15 રીક્ષાચાલકોએ તેમના નિત્ય કાર્ય અનુસાર ક્યા જવુ છે?  કેટલા જણ છે? અને ચલો બેસી જાવ આવા ગોખેલા વાક્યોથી મને અને અન્ય મુસાફરોને માનસીક ત્રાસ આપવાનું શરૂ કર્યું એટલું જ નહીં પણ નથી જવુ એવો પ્રત્યુત્તર આપ્યા પછી પણ કેટલાક અંતર સુધી આ રીક્ષાચાલકો પાછળ આવીને મુસાફરોને પરેશાન કરે છે.

મુસાફરોના હિતનો પ્રશ્ન એ છે કે મહિલાઓ પણ મુસાફરોમાં હોય છે તો આ અંગે સુરત પો.કમીશનરશ્રી મુસાફરોના હિતમાં કંઈ કાર્યવાહી કરીને વિશેષ કરીને રાત્રે પોલીસ જવાનો સુરક્ષા હેતુ રેલવે સ્ટેશને તૈનાત કરે અને મુંબઈની સીસ્ટમ પ્રમાણે રીક્ષાચાલકોને લાઈનમા ઉભા રાખીને ક્રમ પ્રમાણે આગળ વધે તેવી સીસ્ટમ દાખલ કરે જે ખુબ જ જરૂરી બન્યુ છે.
મોટા મંદિર        –  રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top