World

વિમાન આકાશમાં ઊંચે ઉડી રહ્યું હતું અને પાયલોટે કહ્યું, મને પ્લેન લેન્ડ કરતા આવડતું નથી, પછી જે થયું…

નવી દિલ્હીઃ કલ્પના કરો કે તમે ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા છો. અચાનક પાયલોટ કોકપીટમાંથી બહાર આવે છે અને મુસાફરોને કહે છે કે તેને પ્લેન લેન્ડ કરવાની ટ્રેનિંગ આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં મુસાફરોની શું હાલત થશે? ફ્લાઈટની અંદરનું વાતાવરણ કેવું થયું હશે?

એક મુસાફરે આવો જ અનુભવ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર શેર કર્યો છે. પેસેન્જરે લખ્યું છે કે તેણે 8 ઓગસ્ટે પોર્ટલેન્ડથી જેક્સન હોલની ફ્લાઈટ લીધી હતી. પરંતુ અચાનક તેને ખબર પડી કે પાયલોટને પ્લેન કેવી રીતે લેન્ડ કરવું તે આવડતું જ નથી.

તેણે વધુમાં કહ્યું કે, પાયલોટે ફ્લાઈટમાં હાજર તમામ મુસાફરોને કહ્યું કે, તે જેક્સન હોલમાં ફ્લાઈટને લેન્ડ કરાવવા માટે સક્ષમ નથી. ફ્લાઈટને સોલ્ટ લેક સિટી, ઉટાહ તરફ વાળવી પડશે. અમે તમને વધુ માહિતી આપતા રહીશું.

પાયલોટને વિમાન રન-વે પર લેન્ડ કરતા આવડતું નથી તે વાતની જાણ થતાં જ મુસાફરોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.

મુસાફરો 3 કલાક મોડા પહોંચ્યા
યુઝરે વધુમાં જણાવ્યું કે આખરે પ્લેન સોલ્ટ લેક પર લેન્ડ થયું અને તમામ મુસાફરોને લગભગ એક કલાક રાહ જોવી પડી. થોડા કલાકો પછી એક નવો પાયલોટ આવ્યો અને અમારી ફ્લાઇટ આખરે જેક્સન હોલ પર લેન્ડ થઈ. બધા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો અને કહ્યું કે અમે એકંદરે સમય કરતાં ત્રણ કલાક મોડા પહોંચ્યા હતા.

વિશ્વાસ કરો, આનું કારણ એક પાઇલટ હતો જેને પ્લેન કેવી રીતે લેન્ડ કરવું તે ખબર ન હતી. યુઝરના જણાવ્યા અનુસાર, આ ઘટના અલાસ્કા એરલાઇન્સની છે, જોકે પીપલ ન્યૂઝ તેને સ્કાયવેસ્ટ એરલાઇન્સ કહે છે.

સ્કાયવેસ્ટ એરલાઇન્સે ખુલાસો આપ્યો
દરમિયાન આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સ્કાયવેસ્ટ એરલાઈન્સે એક નિવેદન બહાર પાડ્યું છે. સ્કાયવેસ્ટ એરલાઈન્સે જણાવ્યું હતું કે પાયલોટ પ્લેનને લેન્ડ કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ હતો. કેટલીક દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરવા માટે વિમાનને ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.

અમારી એરલાઇનના તમામ પાઇલોટ્સ એરક્રાફ્ટ ઉડવા અને લેન્ડ કરવા માટે લાયક છે. ટેક્નિકલ ભૂલના કારણે ફ્લાઈટને જેક્સન હોલ પરથી ડાયવર્ટ કરવામાં આવી હતી. અમે આ માટે માફી માંગીએ છીએ. ભવિષ્યમાં આવું ન થાય તેની ખાતરી કરવા માટે એરલાઇન પણ સમીક્ષા કરશે.

Most Popular

To Top