લુણાવાડા : મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા નવા કારવા ગામમાં એક વર્ષ પહેલા બનેલું પીકઅપ સ્ટેન્ડ જોખમી બની ગયું છે. આ પીકઅપ સ્ટેન્ડના પીલ્લર ખખડી ગયાં છે અને નમી પડ્યાં છે. જે ગમે ત્યારે કોઇ મુસાફર પર પડી શકે છે. લુણાવાડાથી માત્ર એક જ કિમિના અંતરે વરધરી રોડ પર આવેલ નવા કારવા ગામનું પીકઅપ સ્નેડ જોખમી અને જર્જરિત હાલતમાં હોઈ ગમે ત્યારે તૂટી પડે અને કોઈ મોટી હોનારત સર્જાય તેવી સ્થિતિમાં દેખાઇ રહ્યું છે. આ નવા કારવા ગામે એક વર્ષ પહેલાં જ પીકઅપ સ્ટેન્ડ બન્યું હતું.
પરંતુ એક જ વર્ષમાં આ પિકઅપ સ્ટેન્ડ નમી પડ્યું છે તથા પિલ્લર પણ ખખડી ગયા છે. મોટી તિરાડો પડી છે. ગમેતે સમયે તૂટી પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. અહીં રોજે રોજ અપડાઉન કરતા મુસાફરો ઉપરાત સ્થાનિકો પણ બસમાં બેસતા હોય છે. ઉનાળામાં ગરમીથી બચવા તો હાલમાં ચોમાસુ ચાલી રહ્યું હોય સ્ટેશન ઉભા રાહદારિયો તેમજ અન્ય લોકો વરસાદથી બચવા માટે પીકઅપ સ્ટેન્ડનો સહારો લેતા હોય છે. આ નમી પડેલા પીકઅપ સ્ટેન્ડ તૂટી પડે તેમ છે. જેથી આ જર્જરિત પીકઅપ સ્ટેન્ડો જોખમી સાબિત થઇ રહ્યું છે. આમ છતાં તંત્રની ઉદાસીનતા અને આળસ મોટો અકસ્માતની રાહ જોતું હોય તેમ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે.