Madhya Gujarat

વિરપુર તાલુકાના સરાડીયાવાડીનું પીકઅપ બસ સ્ટેન્ડ જર્જરિત બન્યું

વિરપુર: વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પીકઅપ બસ સ્ટેન્ડની હાલત દિવસે દિવસે કથળતી જઇ રહી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ચોમાસામાં વરસાદ વચ્ચે પણ મુસાફરો પીકઅપ બસ સ્ટેન્ડમાં ઉભા રહેવાનું જોખમ લેતાં નથી. કારણ કે મોટા ભાગના જર્જરિત સ્ટેન્ડ ગમે ત્યારે પડું પડું થઇ રહ્યાં છે.
વિરપુર તાલુકાના સરાડીયા (વાડી) ગામના પીકઅપ બસ સ્ટેન્ડની હાલત જર્જરિત અને બિસમાર થતાં તેના નવીનીકરણ કરવાની માગ ઉઠી છે. અહીં ઘણા સમયથી પીક અપ સ્ટેન્ડના અનેક ભાગો હાડપિંજરની જેમ લટકેલા દેખાઈ રહ્યાં છે. આ પીક આપ સ્ટેન્ડનો સ્લેબ પરના પોપડા ઉખડી ગયા છે, મુસાફરોની સુવિધા માટે બનાવેલા બસ સ્ટેન્ડ શિયાળાની ઠંડીમાં તેમજ ચોમાસામાં વરસાદી સમયમાં ગામના કે પરગામના મુસાફરો માટેની છત સમાન હોય છે.

પરંતુ કોઈ પણ પ્રકારે પીક અપ બસ સ્ટેન્ડ બિન ઉપયોગી થવા પામ્યું છે. જેના બસ સ્ટેન્ડનો આગળનો ભાગ તૂટી પડ્યો છે. પીક આપ બસ સ્ટેન્ડની નજીક આંગણવાડી અને શાળા પણ આવેલી છે, જો કોઈ બાળકો બસ સ્ટેન્ડ નજીક હોય અને જર્જરિત ભાગ તૂટે તો અકસ્માત નોતરે તેવું ગામ લોકોનું માનવું છે. જ્યારે જર્જરિત હાલતમાં હોવાથી બિનઉપયોગી બની જવા પામ્યું છે. પરંતુ બસ સ્ટેન્ડનને રીપેરીંગ માટે ગ્રાન્ટ કે સમય નથી. તેમ જર્જરિત હાલત પરથી લાગી રહ્યું છે. સત્વરે પીક અપ બસ સ્ટેન્ડની મરામત કરવામાં આવે તેવી સ્થાનીકોની માંગ ઉઠી રહી છે.

Most Popular

To Top